કેન્સર સામે લડી રહેલી સોનાલી બેન્દ્રેએ શેર કર્યો તેનો નવો લૂક

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ન્યૂયોર્કમાં કેન્સર સામે લડી રહેલી બોલિવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ તેનો નવો લૂક શેર કર્યો છે. આ લૂકમાં તેણે તેના લાંબા અને સુંદર વાળ કપાવી નાંખ્યા છે. સાથે જ એક વિડીયો પણ શેર કર્યો છે. આ વિડીયોમાં તે પહેલા કરતા પણ વધારે સુંદર દેખાઇ રહી છે. વિડીયોમાં સોનાલી એક્સાઇટેડ અને નર્વસ દેખાઇ રહી છે.

સોનાલીના આ વિડીયો પર કરન જોહરથી લઇને પરિણીતી સુધીની સેલિબ્રિટીઝે કમેન્ટ કરી છે. તેને એક સ્ટ્રોંગ વુમન કહી છે અને જલ્દી જ તે સાજી થઇ જાય તેવી શુભકામનાઓ પાઠવી છે. સોનાલીએ કહ્યુ છે કે, તેની આ જર્નીને બધા સાથે શેર કરવા ઇચ્છે છે. સોનાલી પોતાની અંદર પોઝીટીવીટી બનાવી રાખવા માટે પ્રયત્નો કરી રહી છે.

સોનાલીએ કહ્યુ હતુ કે, તેનો પરિવાર અને મિત્રો તમામ રીતે તેને સપોર્ટ કરી રહ્યાં છે. સોનાલી આ નવા લૂકની અંદર ખુબ જ સુંદર લાગી રહી છે. તે જલ્દી જ સાજી થઇને ભારત પાછી આવશે.

Share This Article