અક્ષય સાથેની મિશન મંગલ ફિલ્મને લઇને સોનાક્ષી ખુશ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : બોલિવુડમાં દબંગ ગર્લ તરીકે જાણીતી રહેલી અને પોતાની પ્રથમ ફિલ્મ દબંગ સાથે જ સુપરસ્ટાર બની ગયેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં અનેક મોટા પ્રોજેક્ટની ફિલ્મમાં કામ કરી રહી છે. તે અક્ષય કુમારની સાથે મિશન મંગલમાં કામ કરી રહી છે. ફિલ્મમાં વિદ્યા બાલન અને તાપ્સી પણ કામ કરી રહી છે. આ ફિલ્મને ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે દબંગ સિરિઝની આગામી ફિલ્મ પણ છે. સોનાક્ષી નક્કરપણે માને છે કે બોલિવુડમાં મોટા સ્ટાર સાથે કામ કરવાની કેરિયરની શરૂઆતમાં જ તક મળે છે જેથી તે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઉભરી રહી છે.

સોનાક્ષી સિંહા સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર અભિનેતા સાથે ફિલ્મોમાં સતત કામ કરી ચુકી છે. જેથી તેની એક્ટિંગ કુશળતા વધી છે. સાથે સાથે આ તમામ મોટા સ્ટાર સાથે વધુ અનુભવ લેવામાં પણ તે સફળ રહી છે. સોનાક્ષી બોલિવુડમાં નંબર વન અભિનેત્રીઓમાં સામેલ રહી છે. જા કે તે નંબર ગેમમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે મોટા કલાકારો સાથે કામ કરતી વેળા તે વધારે શિખવા પર ધ્યાન આપે છે. દબંગ ફિલ્મ બાદ તેની કેરિયર જે રીતે આગળ વધી છે તેનાથી તે ખુશ અને સંતુષ્ટ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા સોનાક્ષીએ કહ્યુ છે કે તેની શરૂઆતની ફિલ્મોના કારણે જ તે એક સ્થાપિત અભિનેત્રી તરીકે ઉભરી આવી હતી. તે કોમર્શિયલ અભિનેત્રી તરીકે જામી ગઇ છે. તેનુ કહેવુ છે કે પ્રથમ ફિલ્મમાં જ સલમાન ખાન જેવા બોલિવુડના સુપરસ્ટાર સાથે કામ કર્યા બાદ તે લોકપ્રિય છે.

૩૦ વર્ષીય સોનાક્ષીએ કહ્યુ છે કે સ્ટારો સાથે કામ કર્યા બાદ તેમાં આત્મવિશ્વાસ વધ્યો છે. આના કારણે જ અકીરા જેવી ફિલ્મો પોતાના ખભા પર ઉપાડી લેવામાં સફળતા મળી હતી. સોનાક્ષી સિંહા બોલિવુડમાં હવે એક લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેને મોટા બજેટવાળી ફિલ્મો મળી રહી છે. જા કે સોનાક્ષીને ગ્લેમરવાળી ફિલ્મો હજુ પણ મળી રહી નથી. તે કેટલાક પ્રોજેક્ટ હાલમાં હાથમાં ધરાવે છે.સોનાક્ષી સિંહા હાલમાં અનેક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે ચાર ફિમો હાથમાં છે. તમામ મોટી ફિલ્મ છે. જેમાં સલમાન ખાનની દબંગ સિરિઝની ત્રીજી ફિલ્મનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તે મોટા બજટેની કલંક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ તેની એપ્રિલ મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. જેનુ શુટિંગ યુદ્ધના ધોરણે હાલમાં ચાલી રહ્યુ છે. ઉપરાંત તેની પાસે રહેલી ફિલ્મમાં મિશન મંગળનો સમાવેશ થાય  છે.

Share This Article