દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ ઓટો એક્સપો ૨૦૧૮ ખાતે ‘ડીસી ટીસીએ’ લોંચ કરી

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ઓટો એક્સપો-૨૦૧૮ની શરૂઆત થઇ ગઇ છે. અનેક કાર કંપનીઓ પોતાની કારને લોંચ કરી રહી છે. ઓટો એક્સપોના બીજા દિવસે દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ ડીસી ટીસીએ કાર લોંચ કરી છે. આ એવી યાદગાર ક્ષણ હતી જ્યારે સુંદરતાની મૂર્તિ એવી સોનાક્ષી અને લાવણ્ય ડીસી ટીસીએ એકસાથે મંચ પર જોવા મળી.

ડીસી ટીસીએ ટાઇટેનિયમ, કાર્બન અને એલ્યુમિનિયમનો સંક્ષેપ છે, જે દિલીપ છાબરિયાનું લેટેસ્ટ ક્રિયેશન છે.

ડીસી ડિઝાઇન પ્રા. લિ.ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર દિલીપ છાબરિયાએ જણાવ્યું કે ડીસી ટીસીએ મહાત્વાકાંક્ષી છે અને અમને વિશ્વાસ છે કે ભારતીય ગ્રાહક તેને યોગ્ય સ્વિકૃતિ આપશે. ભારતનું કસ્ટમાઇઝ્ડ બજાર નવી બ્રીડની વધતી આંકાંક્ષાઓને પૂરી કરવા માટે વિકસિત થઇ રહ્યું છે.

Share This Article