હોલિવુડ ફિલ્મોમાં કામ કરવાને લઇ ઇચ્છુક નથી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દબંગ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા હવે ફરી એકવાર આ સિરિઝની નવી ફિલ્મ દબંગ-૩માં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મ તૈયાર થઇ ચુકી છે. ફિલ્મ ૨૦મી ડિસેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. સોનાક્ષી બોલિવુડની પોતાની ફિલ્મોથી ખુશ છે. તેની હોલિવુડની ફિલ્મોમાં કામ કરવાની કોઇ યોજના નથી. તે અહીંની ફિલ્મોમાં વધારે સંતુષ્ટ દેખાઇ રહી છે.

જોકે સોનાક્ષીએ કહ્યુ છે કે હોલિવુડમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપડા અને દિપિકાની ભૂમિકાથી તે ખુશ છે. સાથે સાથે ગર્વ પણ અનુભવ કરે છે. બન્ને અભિનેત્રીના કારણે ભારતનુ નામ થઇ રહ્યુ છે. બન્ને અભિનેત્રીઓએ બોલિવુડની સાથે સાથે હવે હોલિવુડ ફિલ્મોમા લોકપ્રિયતા જગાવી છે. ૩૦ વર્ષીય સોનાક્ષીએ કહ્યુ છે કે તે અહીં ખુબ ખુશ અને સંતુષ્ટ છે. જેથી બહારની ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક નથી. આવનાર સમય અંગે કોઇ વાત કરવાનો સોનાક્ષીએ ઇન્કાર કર્યો છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રી વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાને લઇને સોનાક્ષી ચિંતિત નથી.

જોકે તેની પાસે પણ હાલમાં ઓછી ફિલ્મો હાથમાં આવી રહી છે. બોલિવુડના નિર્માતા નિર્દેશકો મોટા ભાગે નવા કલાકારોને લઇને ફિલ્મો બનાવી રહ્યા છે. નવી નવી અભિનેત્રી બોલિવુડમાં દરરોજ પ્રવેશી રહી છે. સોનાક્ષીએ પોતાની કેરિયરની શરૂઆત સલમાન ખાન સાથે દબંગ મારફતે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ તેની લોકપ્રિયતા સતત વધી હતી.

Share This Article