મુંબઇ : સોનાક્ષી સિંહા અને રિતિક રોશન ટુંક સમયમાં પ્રથમ વખત એક સાથે કોઇ નવી ફિલ્મમાં નજરે પડી શકે છે. સોનાક્ષી સિંહાની હાલમાં મંગળ મિશન રજૂ કરવામા આવી છે. જેમાં તે અક્ષય કુમાર, વિદ્યા બાલન અને તાપ્સી પન્નુની સાથે કામ કરી ચુકી છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી રહી છે. તેની પાસે અન્ય જે ફિલ્મો રહેલી છે તેમાં દબંગ સિરિઝની ફિલ્મ અને ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તે અજય દેવગનની સાથે નજરે પડનાર છે. ફિલ્મ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. બીજી બાજુ રિતિક રોશનની છેલ્લે સુપર ૩૦ રજૂ કરવામાં આવી હતી જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.
થોડાક સમય પહેલા એક કાર્યક્રમમાં બન્ને સાથે નજરે પડ્યા હતા. એ વખતે રિતિક રોશન અને સોનાક્ષી સિંહાએ એકબીજાની ભરપુર પ્રશંસા કરી હતી. સોનાક્ષીએ કબુલાત કરતા કહ્યુ હતુ કે રિતિક રોશનની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હે રજૂ કરવામાં આવી ત્યારથી તે રિતિક રોશનની મોટી ચાહક તરીકે રહી છે.
તેનુ કહેવુ છે કે તે રિતિક રોશનના ઓટોગ્રાફ મેળવી લેવા માટે શરૂઆતમાં ખુબ ઉત્સુક રહેતી હતી. રિતિક રોશને મોડેથી કહ્યુ હતુ કે સોનાક્ષી સિંહા હાલમાં સર્વશ્રેષ્ઠ ડાન્સર અભિનેત્રી પૈકીની એક તરીકે છે. રિતિક રોશેન કહ્યુ હતુ કે ભવિષ્યમાં તેની સાથે કામ કરવા માટે ઉત્સુક છે. સોનાક્ષીની ફિલ્મ રાજકુમારના કેટલાક ગીતો પર રિતિક સોનાક્ષી સાથે ડાન્સ કરતો નજરે પડ્યો હતો. હજુ સુધી સોનાક્ષી અને રિતિક રોશન કોઇ ફિલ્મમાં સાથે કામ કરી શક્યા નથી. આગામી સમયમાં બન્નેને સાથે લઇને કોઇ નિર્માતા નિર્દેશક ફિલ્મ બનાવે તેવી શક્યતા છે.