મુંબઇ : બોલિવુડની લોકપ્રિય સ્ટાર સોનાક્ષી સિંહાની પાસે વર્ષ ૨૦૧૯માં પણ કેટલાક મોટા પ્રોજેક્ટ રહેલા છે. હવે તેની પાસે વધુ એક પ્રોજેક્ટ આવી ગયો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સોનાક્ષી સિંહા હવે બોલે ચુડિયા નામની ફિલ્મમાં પણ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. સોનાક્ષી પહેલાથી જ કેટલીક ફિલ્મોમાં વ્યસ્ત છે. તેને હવે મોટી ફિલ્મ મળી ગઇ છે. નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મ બોલે ચુડિયામાં હવે સોનાક્ષી સિંહા મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. ફિલ્મ સાથે નવાજુદ્દીનના ભાઇ શમ્સ નવાબ સિદ્દીકી નિર્દેશનના ક્ષેત્રમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે શમ્સ છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રીની શોધ કરી રહ્યા હતા. શ્રદ્ધા કપુરના નામ પર પહેલા ચર્ચા કરવામાં આવી હતી.
છેલ્લે સોનાક્ષી સિંહાની પસંદગી કરવામાં આવી છે. સુત્રોએ કહ્યુ છે કે અભિનેત્રીને પણ ફિલ્મની પટકથા પસંદ પડી છે. મૌખિક રીતે સોનાક્ષી સિંહાએ તૈયારી દર્શાવી છે. ફાઇનલ ફોર્માલિટીજ પૂર્ણ કરવામાં આવ્યા બાદ ફિલ્મને લઇને સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે. હાલમાં સોનાક્ષી અને શમ્સ તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. તે પહેલા રિપોર્ટ આવ્યા હતા કે શ્રદ્ધા કપુર ફિલ્મમાં કામ કરી રહી છે. જા કે હવે આ અહેવાલને રદિયો મળ્યો છે.
જો કે શ્રદ્ધા કપુરે બીજા પ્રોજેક્ટ હાથમાં હોવાના કારણે ફિલ્મને લઇને તૈયારી દર્શાવી ન હતી. સોનાક્ષી વર્ષ ૨૦૧૯માં કેટલીક ફિલ્મમાં નજરે પડનાર છે. જેમાં કંલક, મિશન મંગસ, દબંગ-૩ ફિલ્મનો સમાવેશ થાય છે. બીજી બાજુ નવાજુદ્દીન સિદ્દીકી પણ કેટલીક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં મોતીચુર ચકનાચુરનો સમાવેશ થાય છે. નવાજુદ્દીનની ગણતરી એક શાનદાર અભિનેતા તરીકે કરવામાં આવે છે. તેની એક્ટિંગની હમેંશા નોંધ લેવામાં આવે છે.