સોનાક્ષી સિંહા મલ્ટીસ્ટારર કલંક ફિલ્મને લઇ ખુબ ખુશ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: સોનાક્ષી સિંહા પાસે સ્પર્ધાના યુગમાં પણ મોટી મોટી ફિલ્મ આવી રહી છે. તે હવે મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકમાં કામ કરવા જઇ રહી છે. આ  ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત, માધુરી દિક્ષિત અને આલિયા ભટ્ટ કામ કરી રહી છે. ઉપરાંત આદિત્ય રોય કપુર અને વરૂણ ધવન પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે ૧૯મી એપ્રિલના દિવસે રજૂ કરાશે.  નિર્માણ સાથે જાડાયેલા અરબાજ  ખાનની ફિલ્મ દબંગ-૩માં હવે સોનાક્ષી સિંહાને જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મનુ નિર્દેશન સોનાક્ષી સિંહા કરનાર છે. મળેલી માહિતી મુજબ સલમાન ખાનની સાથે રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે.  જેમાં રણવીર સિંહ કામ કરવા જઇ રહ્યો છે.

અરબાજે કહ્યુ છે કે સલમાન ખાન અભિનિતિ દબંગ-૩ ફિલ્મ પર હવે ટુંક સમયમાં જ કામ હાથ ધરવામાં આવનાર છે. આના માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે.  આ સંબંધમાં વાતચીત કરતા અરબાજે કહ્યુ છે કે તે પોતાની ફિલ્મ ઉપરાંત ભાઇ સલમાન ખાનની દબંગ-૩ ફિલ્મની તૈયારીમાં લાગેલો છે. અરબાજે કહ્યુ છે કે દબંગ-૩ પર કામ આગળ વધારી દેવામાં આવ્યુ છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ દબંગ-૩ પ્રિ પ્રોડક્શન માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે તે છેલ્લા દોઢ વર્ષથી વધારે વ્યસ્ત રહ્યો છે.

આ ગાળામાં એક અભિનેતા તરીકે સતત છ ફિલ્મોમાં તે કામ કરી ચુક્યો છે. આવનાર દિવસોમાં તે એક્ટિંગના કામને ઘટાડી દેવા  ઇચ્છુક છે.  જેથી તે દબંગ-૩ પર કામ શરૂ કરી શકશે. તેનુ કહેવુ છે કે તે દબંગ માટે કામ કરશે ત્યારે તમામ ધ્યાન તેના પર કેન્દ્રિત કરશે. તેનુ કહેવુ છે કે ત્રીજા ભાગ માટે અમારી પાસે કેટલીક પટકથા છે. પરંતુ યોગ્ય પટકથાને મુકવામાં આવનાર છે. હાલમાં તે સલમાન સાથે જુદી જુદી પટકથા પર વાત કરી રહ્યો છે.

Share This Article