સોનાક્ષી તેમજ લુલિયા હાલ એકસાથે નજરે પડી રહી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: સોનાક્ષી સિંહા અને લુલિયા વેન્ટુર હાલમાં મોટા ભાગે સાથે નજરે પડી રહી છે. સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટ  વેળા તેમની વચ્ચે મિત્રતા વધી હતી. આ મિત્રતા હજુ અકબંધ રહી છે. અનેક વખત સાથે સમય પણ ગાળી ચુકી છે. બન્ને અનેક પાર્ટીમા સાથે નજરે પડી ચુકી છે. ૩૬ વર્ષીય રોમાનિયન અભિનેત્રી અને મોડલના સલમાન સાથે સંબંધને લઇને વારંવાર હેવાલ પણ આવતા રહ્યા છે.

સોનાક્ષી સિંહા સાથે પણ સલમાન ખાનની મિત્રતા જાણીતી રહી છે. સોનાક્ષી સિંહાએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત સલામાન ખાનની સાથે દબંગ મારફતે કરી હતી. દબંગ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ તેનો બીજા ભાગ પણ બન્યો હતો. આ ફિલ્મ પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સલમાન ખાનની પાર્ટીમાં લુલિયા હમેશા નજરે પડતી રહે છે.

હાલમાં જ રેસન પાર્ટી વેળા પણ તે હાજર રહી હતી. બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના ભાઇ અરબાજના ૫૦માં જન્મદિવસે પણ બન્ને એક સાથે નજરે પડી હતી. લુલિયા હાલના દિવસોમાં સોનાક્ષીની ભારે પ્રશંસા કરી રહી છે. લુલિયા અને સોનાક્ષી સિંહા  પાર્ટીમાં સલમાનની બહેન અલવીરા અને અતુલ અગ્નિહોત્રીની સાથે વાતચીત કરતી નજરે પડી હતી. બન્નેએ સાથે ફોટા પણ પડાવ્યા હતા.

સોનાક્ષી બોલિવુડમાં એક સફળ અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. લુલિયા ગાયિકા તરીકે સક્રિય  થઇ ચુકી છે. તેના કેટલાક ગીતો સુપરહિટ પણ સાબિત થઇ ગયા છે. સલમાન ખાનના કારણે તે બોલિવુડમાં કેરિયરને આગળ વધારી દેવામાં સફળ રહી છે. સોનાક્ષી દબંગના નવા ભાગમાં સલમાન ખાન સાથે નજરે પડનાર છે.

Share This Article