અમદાવાદ : મેરેજ એનિવર્સરી, સગાઇ, વેલેન્ટાઇન ડે સહિતના કેટલાક ખાસ પ્રસંગોએ હવે સોનાના ઘરેણાંની સાથે સાથે સોલિટેઅર અને ડાયમંડ જવેલરીનું આકર્ષણ ખાસ કરીને ગુજરાતમાં વધી રહ્યું છે. પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ સોલિટેઅર(સીંગલ ડાયમંડનું ઘરેણું) અને ડાયમંડ જવેલરની ડિમાન્ડ માર્કેટમાં વધી રહી છે અને લોકો હવે આ આકર્ષક પ્રોડક્ટને અપનાવતાં વધ્યા છે. સોલિટેઅર અને ડાયમંડ જવેલરીના આકર્ષણના ભાગરૂપે અમદાવાદમાં સૌપ્રથમવાર તનિષ્ક દ્વારા તેના સીજી રોડ Âસ્થત શો રૂમ ખાતે ગ્રાહકો માટે એક અનોખા અને આકર્ષક સોલિટેઅર ઇવનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાહકોને તેમના મનપસંદ રત્નજડિત દાગીના-જવેલરી પહેરી ફોટોશૂટ કરાવી તેમની સાંજ અને દિવસને યાદગાર બનાવવાની બહુ દુર્લભ તક પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે જા કોઇ ગ્રાહકને સોલિટેઅર કે ડાયમંડ જવેલરી ખરીદવાની ઇચ્છા હોય તો તેઓને વિશેષ ઓફર પણ કરવામાં આવી છે એમ અત્રે તનિષ્કનાં અમદાવાદ, બરોડા અને આણંદનાં એરિયા બિઝનેસ મેનેજર આમિયા કામત અને અરૂણ નારાયણ(એવીપી અને રિજનલ હેડ, વેસ્ટ, ટાઇટન)એ જણાવ્યું હતું.
મણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને સોલિટેઅર અને ડાયમંડ જવેલરી વિશે ખાસ જાણકારી અને તેની વિશેષતાઓ સમજાવવાના ભાગરૂપે અમદાવાદમાં તનિષ્ક દ્વારા આ એક્સકલુઝિવ સોલિટેઅર ઇવનિંગનું આયોજન કરાયું હતું. ગ્રાહકોએ મનપસંદ રત્નજડિત જ્વેલરી સાથે ફોટોશૂટ કરાવીને સાંજને યાદગાર બનાવી દીધી ભારતની સૌથી મોટી અને સૌથી વધુ પસંદગીની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક દ્વારા ગ્રાહકો માટે આ ઇવેન્ટમાં ગ્રાહકોને સાંકળતી રસપ્રદ અને મનોરંજક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ઇવેન્ટમાં ઉપસ્થિત તનિષ્કનાં ગ્રાહકો માટે એક ફોટો-શૂટની ગોઠવણ પણ કરવામાં આવી હતી. જેને લઇને ગ્રાહકો ખૂબ ઉત્સાહિત અને રોમાંચિત જાવા મળ્યા હતા. કારણ કે, તનિષ્કે તેઓને આ બહુમૂલ્ય તક પૂરી પાડી હતી. દરમ્યાન તનિષ્કના સોલિટેઅરના ગુજરાતના હેડ ધવલ મહેતાએ જણાવ્યું હતું કે, તનિષ્કમાં અમે અમારાં ગ્રાહકોને હંમેશા શ્રેષ્ઠ ઉત્પાદનો આપીએ છીએ.
અમારા માટે અમદાવાદ મહત્વપૂર્ણ બજાર છે અને અહીં અમારાં ગ્રાહકો સાથે વધારે સારી રીતે સાંકળતી એક ઇવેન્ટનું આયોજન કરીને અમે ખુશ છીએ. અમે અમારાં ગ્રાહકોને સોલિટેઅર્સ વિશે અને તનિષ્કની સોલિટેઅર્સનાં ઉત્પાદનની વધારે કાળજી અંગે વધુ સારી સમજણ પ્રદાન કરી શક્યાં છીએ. અમે અમારાં ગ્રાહકોને શ્રેષ્ઠ જ્વેલરી પ્રદાન કરવાની અને તેમને અમારાં સ્ટોર્સમાં હંમેશા સ્પેશ્યલ હોવાનો અહેસાસ કરાવવા પ્રતિબદ્ધ છીએ. ટાઇટનનાં હોલમાર્ક અને ટાટા ગ્રૂપની વિશ્વસનિયતા સાથે તનિષ્કે ડાયમન્ડ જ્વેલરી માટે સોલિટેઅર પ્રોમિસીસ તરીકે જાણીતા સિદ્ધાંતો અને માર્ગદર્શિકાઓ બનાવી છે. અમે ડાયમન્ડની ખરીદીમાં એનું કડકપણે પાલન કરીએ છીએ. ગુણવત્તાનાં નિયંત્રણની કડક ચકાસણી પછી દર ૧૦ ડાયમન્ડમાંથી છ ડાયમન્ડનો ઉપયોગ તનિષ્કની પ્રોડક્ટમાં થાય છે. આ દરેક ડાયમન્ડ આદર્શ કટ ધરાવે છે, જે સમાન ગ્રેડ અને ગુણવત્તાની વિશિષ્ટતા સુનિશ્ચિત કરે છે. તનિષ્કનાં રિવાહ કલેક્શન માટે આઠ સિદ્ધાંતોનાં સેટનું પાલન કરવામાં આવે છે, જે નવવધૂ અને એનાં પરિવારને શ્રેષ્ઠ અનુભવ આપે છે. જ્યારે કલેક્શન કસ્ટમાઇઝેશન માટેની જોગવાઇઓ પણ ધરાવે છે, ત્યારે સમયસર ડિલિવરીની ખાતરી પણ આપે છે. જ્યારે તનિષ્કમાં ગોલ્ડ જ્વેલરીની ખરીદી અને એનું વેચાણ થાય છે, ત્યારે સંપૂર્ણ પારદર્શકતા જાળવવામાં આવે છે. અમારાં દરેક સ્ટોર અત્યાધુનિક કેરેટમીટર સાથે સજ્જ છે, જે શુદ્ધ અને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની ખાતરી આપે છે. તનિષ્ક જૂનાં સોનાનાં વિનિમય સામે શ્રેષ્ઠ મૂલ્યની ખાતરી આપે છે તથા ડાયમન્ડ, પોલ્કી અને રંગીન રત્નો પર ૧૦૦ ટકા બાયબેક ઓફર કરે છે.