અમદાવાદ : ગ્રેટર નોઇડા સ્થિત અને એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટેડ સોલર સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ કંપની અલ્પેક્સ સોલર લિમિટેડે તેની ફોટોવોલ્ટિક સોલર મોડ્યુલ ક્ષમતા બમણી કરીને 2.4 GW કરવાની તેની મહાત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાની જાહેરાત કરી હતી. કંપનીએ ઉત્તર પ્રદેશના મથુરામાં કોસી કોટવાન ખાતે તાજેતરમાં હસ્તગત કરેલા જમીન ઉપર આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત બોર્ડે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને સોલર સેલના મેન્યુફેક્ચરિંગમાં કંપનીના પ્રવેશની સંભાવનાઓ ચકાસવા માટે પણ મંજૂરી આપી છે.
કંપની સોલર પીવી મોડ્યુલ અને એલ્યુમિનિયમ ફ્રેમની સાથે-સાથે સોલર સેલ ક્ષેત્રે પણ પ્રવેશ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
આ તકો વિશે પ્રતિક્રિયા આપતા અલ્પેક્સ સોલર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અશ્વની સેહગલે જણાવ્યું હતું કે, જૂના અને પ્રતિષ્ઠિત સોલર મોડ્યુલ ઉત્પાદક પૈકીના એક તરીકે અમારી યોજના સોલર સેલ મેન્યુફેક્ચરિંગની પ્રવેશ કરવાની છે. તેનાથી ખર્ચ, નફાકારકતા અને બ્રાન્ડિંગ જેવાં ઘણાં લાભો મળી રહેશે તેમજ અંતિમ વપરાશકર્તાને ટર્નકી સર્વિસિસ ઓફર કરવાની અમારી ક્ષમતામાં વધારો થશે.
તેમણે ઉમેર્યું હતું કે, કંપની ગ્રીનફિલ્ડ કોસી કોટવાન પ્લાન્ટ ખાતે ગીગાવોટ રેન્જની ક્ષમતા સાથે સોલર સેલની નવી લાઇન સ્થાપિત કરવા માગે છે. આ અંગેની વાટાઘાટો અદ્યતન તબક્કામાં છે અને બોર્ડ અને સંબંધિત સત્તાવાળાઓને એકવાર તેઓ નિશ્ચિત થઈ જાય પછી જાણ કરવામાં આવશે. બેંકો અને નાણાકીય સંસ્થાઓની વધારાની સુવિધાઓ, આંતરિક ઉપાર્જન અને ઇક્વિટી ઇન્ફ્યુઝન દ્વારા મૂડી ખર્ચને પહોંચી વળવામાં આવશે.