સામાન્યરીતે સોશિયલ મીડિયા પર યંગસ્ટર્સ વધુ જોવા મળે છે, પણ જ્યારે પતિ પત્ની આ પ્લેટફોર્મ પર હોય ત્યારે તેમનું કન્વેર્સેશન ક્યારેક હ્યુમર ઉભુ કરે તેવુ બની જાય છે. આજે આપણે એવા જ કેટલાક કિસ્સા જોઈશું.
– હાલમાં જ સમીરે પોસ્ટ કરી હતી કે એન્ગેજ વિથ શિવાની એન્ડ ટ્વેન્ટી થ્રી અધર્સ.
– જ્યારે રવિશંકરે તેનાં ફેક્ચરવાળો પગનો ફોટો ફેસબુક પર મૂક્યો ત્યારે પહેલી કમેન્ટ તેની પત્નીની આવી હતી કે ના પાડી હતી વરસાદમાં ફૂટબોલ રમવા ન જાવ…હવે ભોગવો…
– સ્વાતિ વાત વાતમાં પતિથિ રીસાઈ જાય. ઘરમાં જ્યારે કોઈ છમકલુ થાય ત્યારે હંમેશા ફેસબુકમાં પતિની જેટલી પણ પોસ્ટમાં લાઈક કર્યું હોય ત્યાં જઈને અનલાઈક કરી આવે.
– ડો. કાજલ જ્યારે પણ વિદેશ પ્રવાસમાં જાય અને અન્ય પુરુષ સાથેનો ફોટો અપલોડ કરે ત્યારે તરત જ તેના પતિ વોટ્સએપ ડિપી માં પોતાના લગ્નનાં ફોટા મૂકી દે છે.
– જ્યારે રાહુલનાં ફોટો પર કોઈ યુવતિ કમેન્ટ કરે કે તરત જ તેની પત્ની એ દરેક કમેન્ટ કરવાવાળી ને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી દે.
– કમ્લેશ અને પ્રિતી વચ્ચે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે પ્રિતી કમ્લેશને બ્લોક કરી દે છે.
– વિદિતા તો જ્યારે પણ સાસુ જોડે ઝઘડે ત્યારે પતિની વોલ પર ટોણા મેણાં વાળા સ્લોગન લખીને તેમને જણાવે કે આજે ફરી હું દુ:ખી છું.
– મીરાનાં પતિ જ્યારે તેની રસોઈમાં કોઈ વાંક કાઢે ત્યારે તરત જ તેનો ફોટો લઈને ઈનસ્ટાગ્રામ પર મૂકી દે અને સાંજે પતિને દેખાડે કે જુઓ કેટલી લાઈક આવી…
વધુ આવતા અંકે…
-પ્રકૃતિ ઠાકર