તો કાશ્મીર બરફ માટે તરસી જશે

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

હાલમાં બદલાઇ રહેલા મોસમ ચક્ર પર નજર દોડાવવામાં આવે તો એવુ જ લાગે છે કે કાશ્મીર નજીકના ભવિષ્યમાં બરફ માટે તરસી જશે. આવી સ્થિતીમાં ઓછી હિમવર્ષા એવા અભ્યાસને ગંભીર ચેતવણીરૂપે લેવાની ફરજ પાડે છે જેમાં કહેવામાં આવ્યુ છે કે ભવિષ્યમાં કાશ્મીર બરફથી વંચિત રહી શકે છે. હવામાન સાથે સંબંધિત ટોપના નિષ્ણાંત લોકો કહે છે કે જાન્યુઆરીના અંત સુધી કાશ્મીરમાં હિમવર્ષાની શક્યતા ઓછી રહેલી છે. આ સમય કાશ્મીર ખીણમાં ભલે શીત લહેર જોવા મળે છે. જો કે હિમવર્ષા માટેના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. હવામાન વિભાગના નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં હિમવર્ષા થવાની શક્યતા નહીંવત સમાન છે. હવામાન વિભાગના એક અધિકારી તો અહીં સુધી કહી ચુક્યા છે કે ચિલ્લેકલાની અવધિમાં પણ કાશમીર ખીણમાં હિમવર્ષાની સંભાવના નહીંવત છે. અલબત્ત છુટી છવાઇ જગ્યાએ વર્ષા થઇ શકે છે.

કાશ્મીરમાં દુકાળ અને વધારે પડતી ઠંડીથી બચવા માટે અદા કરવામાં આવતી નમાજો કેટલીક વખત ખુદાએ સાંભળી છે. કાશ્મીરી લોકોની કરવામાં આવેલી દુઆ કાશ્મીરમાં હિમ વર્ષા તરીકે પડી છે. પરંતુ કાશ્મીરી લોકોને ખુશ કરી શકી ન હતી. કારણ કે બે વર્ષ પહેલા શ્રીનગરમાં પડનાર બરફ ૩.૪ મીમી વરસાદ સમાન હતી. બે વર્ષ પહેલા કાશ્મીરી લોકોને આશરે પાંચ વર્ષના લાંબા ગાળા બાદ દુકાળ અને બરફથી મુક્તિ મેળવી લેવા માટે નમાજ અદા કરવાની ફરજ પડી હતી. પાંચ વર્ષ પહેલા આવુ બન્યુ હતુ. તેના આગામી બે વર્ષ બાદ પણ એટલી ખુશી તો મળી ન હતી. પરંતુ ત્રીજા વર્ષે બરફની સુનામી જોવા મળી હતી. વર્ષ ૨૦૦૭માં ખુશી ચારેબાજુ જોવા મળી હતી. કારણ કે ઠંડીની શરૂઆત અને બરફની વર્ષા સમય કરતા પહેલા આવી ગઇ હતી. કેટલાક લોકો આને ખુદાના કરિશ્મા તરીકે ગણી રહ્યા છે તો કેટલાક લોકો આને ગ્લોબલ વોર્મિંગ તરીકે જોઇ રહ્યા છે.

જો કે કાશ્મીરના હવામાન પર અભ્યાસ કરનાર રિપોર્ટ તૈયાર કરનાર નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે આ એક ચેતવણી સમાન છે. રિસર્ચ સ્કોલર અર્જિમંદ તાલિબ હુસૈને જે રિપોર્ટ તૈયાર કર્યો છે તેમાં કેટલીક ચેતવણી છે. આ ચેતવણી કાશ્મીરમાંથી બરફ પૂર્ણ રીતે ગાયબ થઇ જવા સાથે સંબંધિત છે. તાલિબ હુસૈન રિસર્ચ દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગ ના કારણે તાપમાન વધી રહ્યુ છે. આ સરેરાશ કાશ્મીરમાં ૧.૪૫૦ ડિગ્રી ઉપર છે. જમ્મુમાં ૨.૩૨૦ ડિગ્રી ઉપર ગયુ છે.

જો કે હવામાન વિભાગનુ કહેવુ છે કે જમ્મુ કાશ્મીરમાં ૦.૦૫૦ ડિગ્રીના દરથી પ્રતિ વર્ષ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આ સ્ટડી રિપોર્ટની ચેતવણી હવે વાસ્તવિકતા તરીકે દેખાઇ રહી છે. કાશ્મીરમાં હજુ સુધી ઓછી હિમવર્ષા થઇ રહી છે. વર્ષમાં નવ મહિના સુધી બંધ રહેનાર જાજિલા પાસ છેલ્લી વખતે લાંબા સમય સુધી ખુલ્લી સ્થિતીમાં રહ્યા બાદ તેને ચેતવણી સમાન જ ગણી શકાય છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે જાજિલા પાસ પાસે હમેંશા ૨૦ ફુટ સુધી બરફ રહે છે. વર્ષના નવ મહિના સુધી આને બંધ રાખવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખુલ્લા રહેવા માટેના સમયમાં સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૦૮માં તો નવા રેકોર્ડ સર્જાઇ ગયા હતા. કારણ કે ઠંડીના દિવસોમાં પૂર્ણ રીતે તેને બંધ કરવાની ફરજ પડી ન હતી.

ભારે હિમવર્ષા ન થવાના કારણે તેને સંપૂર્ણ રીતે બંધ કરવાની ફરજ પડી ન હતી. સ્ટડી રિપોર્ટ કહે છે કે હવામાનના ચક્રને ગ્લોબલ વોર્મિંગે બદલી નાંખતા આ પ્રકારની સ્થિતી સર્જાઇ રહી છે. અહીં પહેલી  ડિસેમ્બર અને જાન્યુઆરીના મહિનામાં ભારે હિમવર્ષા થતી રહે છે. હવે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારે હિમવર્ષા થવા લાગી ગઇ છે. કાશ્મીરમાં સ્નો સુનામી જો તેને સમર્થન આપે છે તો વર્ષ ૨૦૦૭ના મં મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉંચા પહાડો પર પડતી હિમવર્ષા પણ તેને સમર્થન આપે છે. આવી સ્થિતીમાં આ રિપોર્ટ કાશ્મીરના લોકોને ચોક્કસપણે ભયભીત કરે તેમ છે. રિપોર્ટ કહે છે કે જો ગ્લોબલ વોર્મિંગને રોકવા માટેના પ્રયાસ ગંભીર રીતે અને મજબુત ઇચ્છાશક્તિ સાથે કરવામાં નહીં આવે તો કાશ્મીર આવનાર વર્ષોમાં બરફ માટે સંપૂર્ણ વંચિત રહી જશે. ત્યારબાદ કોઇ પણ વ્યક્તિ એમ કહેશે નહી કે કાશ્મીર  સ્વર્ગ સમાન છે.

જો કે બરફની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદથી નિષ્ણાંતો સતત સક્રિય થઇ ગયા છે. કાશ્મીરમાં બરફથી વંચિત થવાની સાથે સાથે કાશ્મીરમાં ખાદ્ય ચીજ વસ્તુઓની તકલીફ પણ ઉભી થઇ શકે છે.

Share This Article