કોરોનાકાળના બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલાક વર્ષ અલગ રહ્યાં હતાં યાત્રાઓથી લઇ કચેરી સુધીમાં અલગ અલગ વાતાવરણ જોવા મળ્યું પરંતુ હવે જયારે આ વાયરસ ખુબ ઓછા થઇ ગયો છે ત્યારે સ્થિતિઓ પણ સામાન્ય થતી જોવા મળી રહી છે. આ વખતે બદરીનાથમાં ૧૫,૧૪,૭૧૪,કેદારનાથમાં ૧૪,૨૫,૦૭૫ યમુનોત્રીમાં ૪૭,૩,૩૯૫,ગંગોત્રીમાં ૬,૦૦,૧૪૦ અને બહેમકુંડ સાહબમાં ૧,૯૦,૨૬૪ શ્રઘ્ઘાળુ આવી ચુકયા છે હેમકુંડ સહિત ચારધામની યાત્રા પર અત્યાર સુધી કુલ ૪૨,૦૩,૫૮૮થી પણ વધુ શ્રધ્ધાળુઓ આવી ચુકયા છે જે પોતાના આપમાં એક રેકોર્ડ છે.
ઉત્તરકાશીમાં યમુનોત્રી મંદિરના દરવાજા ખુલતા જ ત્રણ મેના રોજ ચારધામ યાત્રાની શરૂઆત થઇ આ દરમિયાનઉત્તરાખંડ સરકારે ચારધામ પર જનારા શ્રધ્ધાળુઓની સંખ્યા પણ સીમિત કરી દીધી હતી સરકારી નિર્દેશ અનુસાર પ્રતિદિન ફકત ૧૫,૦૦૦ શ્રધ્ધાળુ જ બાબા બદ્રીનાથના દર્શન કરવા જઇ શકતા હતાં કેદારનાથ ધામના દર્શન માટે શ્રધ્ધાળુઓની સંખ્યા ૧૨,૦૦૦ પ્રતિદિન નક્કી કરવામાં આવી હતી. એ યાદ રહે કે ગત બે વર્ષથી કોરોના મહામારીના કારણે ચારધામ યાત્રા બંધ હતી ૩ મે ૨૦૨૨થી ચારધામ યાત્રા શરૂ થયા બાદથી સામે આવેલ રિપોર્ટ અનુસાર ૧૭ મે સુધી લગભગ ૪૧ લોકોના મોત વિવિધ કારણોથી થયા છે