અમરનાથ યાત્રા માટે અત્યાર સુધી ૩ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કોરોના રોગચાળાને કારણે, આ યાત્રા ત્રણ વર્ષથી બંધ હતી. પ્રશાસન યાત્રા માટે તમામ પ્રકારની તૈયારીઓમાં વ્યસ્ત છે. યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ અંગે વહીવટી તંત્ર એલર્ટ છે. આ માટે જવાનો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા સર્વેલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર તેમના રોકાણ, ભોજન અને તબીબી સુવિધાઓમાં કોઈ અંતર છોડવા માંગતું નથી. આ વખતે પ્રથમ વખત ૬ બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. પહેલગામ, બાલતાલ અને સોનમર્ગમાં પણ કોવિડ કેર હોસ્પિટલો બનાવવામાં આવી છે. આ વખતે આ યાત્રા ઘણી ખાસ રહેશે.આ વખતે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા ૨૦૨૨ માટે રેકોર્ડ સંખ્યામાં મુસાફરો આવવાની અપેક્ષા છે.

યાત્રા  જમ્મુથી ૨૯ જૂને રવાના થશે. આ યાત્રા ૩૦ જૂનથી શરૂ થઈ રહી છે અને અત્યાર સુધીમાં ૩ લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દેશભરમાં વિવિધ બેંકોની ૫૬૬ શાખાઓમાં નોંધણી થઈ રહી છે. આ વખતે વધુમાં વધુ ભક્તો આવે તેવી અપેક્ષા છે. અગાઉ ૨૦૧૮માં ૨.૮૫ લાખ શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવ્યા હતા. ૨૦૧૧માં સૌથી વધુ ૬.૩૫ લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ પછી ૩-૪ લાખ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર પ્રશાસનનો અંદાજ છે કે આ વખતે આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવી શકે છે.

Share This Article