એમ કહેવામાં આવે છે કે જુની ટેવ ખુબ મુશ્કેલથી છુટે છે. પરંતુ આનો મતલબ એ નથી કે જુની અને ખરાબ ટેવને છોડી શકાય નહી. ખરાબ ટેવને સરળતાથી છોડી શકાય છે પરંતુ આના માટે મજબુત ઇચ્છાશક્તિની જરૂર હોય છે. એક કઠોર અને સખ્ત નિર્ણય આ ટેવ આપને છોડાવી શકે છે. સિગારેટ, બીડી અથવા તો શરાબની ખોટી ટેવને સરળતાથી છોડી શકાય છે. ધુમ્રપાન અને શરાબની ખોટી ટેવને છોડી દેવા માટે એક મજબુત ઇચ્છાશક્તિની જરૂર હોય છે. જો મજબુત ઇરાદા સાથે આગળ વધવામાં આવે તો મંજિલ નજીક દેખાઇ શકે છે. વિલ પાવરને અથવા તો ઇચ્છાશક્તિને મજબુત કરવાની સૌથી પહેલા જરૂર રહે છે. જો વિલ પાવર મજબુત રહેશે તો જ આની સામે લડત મેળવી શકાય છે. કેટલીક દેશી અને વિદેશી શોધમાં આ વાત નિકળીને સપાટી પર આવી છે કે મન પર નિયંત્રણ કરીને આપને જુની ટેવ છોડવામાં મદદ મળી શકે છે.
જ્યારે પણ ધુમ્રપાનની તલબ લાગે છે ત્યારે અન્ય ચીજાનો ઉપયોગ કરવામા આવી શકે છે. અન્ય ખરાબ ટેવને છોડવા માટે ધીમે ધીમે પ્રયાસ કરવા જાઇએ. ખાવાની ટેવને ધીમે ધીમે છોડવાની જરૂર હોય છે. એકદમ બંધ કરી દેવાથી નુકસાન થઇ શકે છે. કારણ કે લોહીમાં નિકોટીનના પ્રમાણમાં ક્રમશ બંધ કરવાની જરૂર હોય છે. નિકોટિન ચ્યુઇંગમ પણ સારા વિકલ્પ તરીકે રહી શકે છે. નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ધુમ્રપાનના કારણે અન્યોને નુકસાન થાય છે. આપની આસપાસના લોકો અને બાળકોને પણ નુકસાન થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેસીવ ધુમ્રપાન બાળકોમાં બેરાશ લાવવામાં ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે આ પ્રકારના વાતાવરણમાં રહેનાર બાળકોના શરીરમાં ધૂમ્રપાનની ખૂબ જ માઠી અસર થાય છે. આ પ્રકારના ધૂમ્રપાનથી કેટલીક ગંભીર પ્રકારની આરોગ્યની તકલીફ ઊભી થાય છે. તે પ્રકારના તારણો પહેલાંથી જ બહાર આવી ચૂક્યા છે.
હવે નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે પણ ટીનેજરો ઉપર માઠી અસર થાય છે. આવા ધૂમ્રપાનથી બાળકોમાં સાંભળવાની શક્તિ જતી રહેવાનો ખતરો રહે છે. ૧૨થી ૧૯ વયના ૧૫૦૦ જેટલા લોકોને આવરી લઈને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે ગ્રસ્ત બાળકો સાંભળવાની શક્તિ વધારે ગુમાવે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પેસિંવ સ્મોકિંગથી એક એવા વિસ્તારને બ્લડ સપ્લાયને અસર કરે છે જે દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને આ વિસ્તાર વ્યક્તિની ભાષા સમજવા અને સાંભળવાની શક્તિને સક્ષમ રાખવામાં ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નાના બાળકો ધરાવતા માતાપિતા પૈકીના ઘણા માતાપિતા બાળકો ઘરે અભ્યાસ કરે છે ત્યારે અથવા તો રમતા હોય છે ત્યારે ઘરમાં ધૂમ્રપાન કરે છે. આ પ્રકારના વાતાવરણમાં રહેનાર બાળકોનું સ્કૂલમાં વર્તન પણ અશાંત રહે છે. શિક્ષણમાં પણ નબળા હોય છે. ભણવામાં નબળા હોવાના કારણો જાણવા મળ્યા નથી.
તારણોમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્યની ઘણી સમસ્યાઓ ધૂમ્રપાનને લીધે ઊભી થાય છે. અસ્થમા, હાર્ટના રોગ, ફેંફસાના કેન્સર સહિતના ઘણા ગંભીર રોગ ધૂમ્રપાનના કારણે થાય છે તેવા અહેવાલ પહેલેથી જ આવી ચૂક્યા છે. આ અભ્યાસ કરતી વેળા સંશોધકોએ ટીનેજરોની સાંભળવાની વ્યાપક પ્રવૃત્તિમાં અભ્યાસ કર્યો હતો. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્મોકર્સ ડાઈટ સ્મોકિંગથી થનાર આડ અસરને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ કારણસર જો કોઈ વ્યક્તિ ધૂમ્રપાનથી ગ્રસ્ત છે તો સ્વસ્થ રહેવા માટે સ્મોકર્સ ડાઈટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જા કોઈ વ્યક્તિને ધૂમ્રપાન કરવાની ટેવ પડી ગઈ છે તો સૌથી પહેલાં તેને છોડી દેવાના પ્રયાસ કરવા જાઈએ. અલબત્ત આમા સમય લાગી શકે છે પરંતુ ત્યાં સુધી તેની આડ અસરથી બચી શકાય છે. ડા. વિજય કે એસ શુક્લાનું કહેવું છે કે ધૂમ્રપાન કરવાથી કેન્સર, હાર્ટના રોગ, ડાયાબિટીશ, સ્ટ્રોક, કોલ્ડ અને કફ જેવી તકલીફ થઈ શકે છે. સામાન્ય રીતે આ તમામ તકલીફો ધૂમ્રપાન વધુ કરવા અને પોષક ત¥વોનો ઓછો ઉપયોગ કરવાથી થાય છે. સ્મોકિંગ પછી શરીરમાં વિટામીન સી અને ઈ, ઝીંક, કેÂલ્સયમ, ફ્લોટ અને ઓમેગા થ્રીની અછત ઊભી થઈ જાય છે. આવી સ્થિતિમાં ખાવા પીવાની ચીજવસ્તુઓ મારફતે આવી ચીજાનો ઉપયોગ કરવામાં આવે તો શરીરને નુકશાન થવાની તકો ઘટી જાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ ૧૦૦૦ મિલીગ્રામ વિટામીન સી લેવાથી ધુમ્રપાનના ૪૫ ટકા જાખમી પરિબળો ઘટી જાય છે. આ તમામ બાબતથી બચવા માટે ધુમ્રપાનને છોડી દેવાની જરૂર છે.