રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર વડોદરામાંથી વિદેશી દારુની બોટલનો જથ્થો ઝડપાયો છે. વડોદરાના નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. જ્યાં ૪૯૬ જેટલી વિદેશી દારુની બોટલો સાથે ૩ લોકોને ઝડપી પાડ્યા છે. તેમજ નંદેસરી ગામના માજી સરપંચના ફાર્મહાઉસમાં દારુનો જથ્થો રખાતો હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત માજી સરપંચનો ભાગીદાર અમજદ શેખ પણ વોન્ટેડ હોવાનું સામે આવી રહ્યુ છે. દરોડામાં પોલીસે વિદેશી દારુની ૪૯૬ બોટલ અને રોકડ સહિત ૧.૩૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.