સ્માર્ટફોનને બચાવીને રાખવા માટે લોકો શું શું નથી કરતા. મોબાઇલ પર સ્ક્રીનગાર્ડ લગાવે છે. ટફન તથા મોંધા કવર પણ લગાવે છે. તેમ છતાં જો મોબાઇલ ફોન પડી જાય તો તેની સ્ક્રીન તૂટી જાય છે અને ખર્ચો આવે છે. ઘણા લોકો તો મોબાઇલનો ઇન્સ્યોરન્સ પણ કરાવી લેતા હોય છે.
હવે તમારો મોબાઇલ ફોન પડશે તો તૂટવાની ચિંતા નહી રહે કારણકે જો તમારી પાસે સ્માર્ટફોન એરબેગ હશે તો જેવો તમારો મોબાઇલ ફોન નીચે પડશે તે ખૂલી જશે અને તેને કોઇ નુકશાન નહી થાય.
વૈજ્ઞાનિકોએ મોબાઇલ માટે એક એવુ કવર બનાવ્યુ છે જે એરબેગની જેમ કામ કરે છે. કવર પર કરોળીયાની જેમ પગ હશે જે ફોન પડતાની સાથે ખૂલી જશે અને ફોનને નુકશાન થતુ બચાવશે. આ કવર બજારમાં ઉપલબ્ધ બીજા કવરથી અલગ નથી દેખાતુ પરંતુ તે કામ ખૂબ અલગ રીતે કરે છે. તમારા સ્માર્ટફોનને બચાવીને રાખવા માટે આ સર્વશ્રેષ્ઠ શોધ છે. આ કવર જર્મનીમાં આલેન યુનિવર્સિટીના ફિલિપ ફ્રેંઝેલે બનાવ્યુ છે.