સ્માર્ટ વોચ અને ફિટનેસ બેન્ડનો ક્રેઝ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

બજારમાં કેટલાક પ્રકારના ફિટનેસ બેન્ડ ઉપલબ્ધ છે. કેટલાકમાં સ્ક્રીન હોય છે તો કેટલાક સ્ક્રીન વગરના હોય છે. જ્યારે સ્માર્ટવોચમાં હમેંશા સ્કીન ઉપલબ્ધ રહે છે. મોટા ભાગના ફિટનેસ બેન્ડ મોનોક્રોમ સ્કીનવાળા હોય છે. જ્યાં રહેલા સમય, બેટરી, ફિટનેસ સ્ટેટિસ્ટિકસ અને સપોર્ટ રહેવાની રહેવાની સ્થિતીમાં બેજિક નોટિફિકેશન મળતા રહે છે. તેની તુલનામાં સ્માર્ટ વોચમાં રંગીન ટચસ્ક્રીન હોય છે. તે ફિટનેસ ડાટા અને નોટિફિકેશન હવામન સહિત જુદી જુદી પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવે છે. આપને આના માટે સ્ટાયલિસ્ટ વોચ ફેસેજની વેરાયટી મળી શકે છે. આપ આપની જરૂર મુજબ તમામ ચીજોની પસંદ કરી શકો છો. આપના માટે ફુલ ટચ સ્ક્રીન મહત્વપૂર્ણ છે કે પછી માત્ર સ્ટેટિસ્ટિકસની સાથે બેઝિક ડિસ્પ્લે પસંદ છે તે બાબત આપ પોતે નક્કી કરી શકો છો. બંનેના ફાયદા અને નુકસાન રહેલા છે.

આપ બેઝિક ફિટનેસ બેન્ડ ૯૯૯ રૂપિયામાં લઇ શકો છો. ૨૦ હજારમાં પણ ફિટનેસ બેન્ડ ઉપલબ્ધ છે. એટલે કે જુદી જુદી કિંમતોમાં ફિટનેસ બેન્ડ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. જો વધારે ખર્ચ કરવાની ઇચ્છા નથી તો એન્ટ્રી લેવલના શ્યાઓમી ફિટનેસ બેન્ડ લઇ શકો છો. જો પૈસા કોઇ પ્રશ્ન નથી તો ફિટબિટ અલ્ટા એચઆર લઇ શકો છો. સ્માર્ટ વોચ કસ્ટમ ઓએસની સાથે આની કિંમત ૧૪૯૯ રૂપિયા છે. આની કિંમત આટલા રૂપિયા સાથે શરૂ થાય છે. લાખો રૂપિયા સુધી તેની કિંમત પહોંચી શકે છે. તે સ્માર્ટ વોચની વેરાયટી પર આધારિત રહે છે.

એક ફિટનેસ બેન્ડમાં બે બેઝિક સેન્સર્સ હોય છે. એક્સલેરોમીટર અને જાયરોસ્કોપ એમ બે પ્રકારના સેન્સર્સ હોય છે. કેટલાક એડવાસ્ટડ બેડ્‌સ હાર્ટ રેટ સેન્સર અને અલ્ટીમીટરની સાથે આવે છે. સ્માર્ટ વોચ માટે બેઝિક ઉપરાંત વધારાના સેન્સર્સ પણ હોય છે. તેમાં લાઇટ સેન્સર્સ, મેગ્નોટોમીટર અને કેટલીક વોચમાં આઇઆર બ્લાસ્ટર પણ મળે છે. જો માત્ર ફિટનેસ પર ધ્યાન આપવા માટે ડિવાઇસ લેવાની ઇચ્છા છે તો ફિટનેસ બેન્ડ પરફેક્ટ રહે છે. પરંતુ જો તમે સારા અનુભવ ઇચ્છો છો તો સ્માર્ટવોચ ખરીદી શકાય છે. બેસ્ટ સ્માર્ટવોચ પણ સિંગલ ચાર્જ પર ચાર દિવસથી વધારે ચાલી શકે તેમ નથી. આની તુલનામાં ફિટનેસ બેન્ડ સરળતાથી પાંચ દિવસ સુધી ચાલી શકે છે. કેટલાક બ્રાન્ડ જેમ કે શ્યાઓમી એમઆઇ બેન્ડમાં ડિસ્પ્લે નથી. પરંતુ સિંગલ ચાર્જ પર ૪૫ દિવસ માટે બેટરી લાઇફ આપે છે. ગારમિનની ફિટનેસ બેન્ડ સતત ફિટનેસ ટ્રેકિંગની સાથે સાથે એક વર્ષની બેટરી લાઇફનો દાવો કરે છે.

સ્માર્ટવોચ વધારે ફિચર અને ટચસ્ક્રીન ડિસ્પ્લે ઓફર કરે છે. જેથી બેટરીનો ઉપયોગ વધારે થાય છે. ફિટનેસ બેન્ડસ બેઝિક સોફ્ટવેયર પર ચાલે છે. જે આપને વર્તમાન ડાટા નંબરની સાથે દર્શાવે છે. આ ડાટા કોમ્પિનિયન સ્માર્ટફોન એપની સાથે વાયરલેસલી સિંક્ડ રહે છે. જ્યાં ડાટાની ગ્રાફિકલી રીતે ફોર્મેટમાં જોઇ શકાય છે. આનો અર્થ એ છે કે ફિટનેસ બેન્ડને સંપૂર્ણરીતે કામમાં લેવા માટે સ્માર્ટ ફોનની સાથે સાથે ઉપયોગ કરવાની જરૂર હોય છે. સ્માર્ટવોચ માટે કેટલાક કોમ્પિનિયન અને સ્ટેન્ડઅલોન ઓપરેટિંગ સિસ્ટમ કામ કરે છે. આમાંથી દરેકની પાસે કેટલીક ફિચર્સના સેટ હોય છે. ઓપરેટિંગ સિસ્ટમના આધાર પર આપની વોચના કામ જુદી જુદા હોઇ શકે છે. જેમ કે તે કઇ રીતે ગણતરી કરે છે. નોટફિકેશનને દર્શાવે છે. સાથે સાથે વધારાના એપને ઇન્સ્ટોલ કરે છે. ડિઝાઇન અને ફિચર્સની દ્રષ્ટએ જોવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં બનંનેમાં સુધારો થયો છે. આધુનિક સમયમાં લોકો ભાગદોડની લાઇફમાં ખુબ ઓછો સમય આરોગ્યને લઇને કાઢી શકે છે આવી સ્થિતીમાં બજારમાં ઉપલબ્ધ ચીજોનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.

ફિટનેસ સાથે સંબંધિત ડિવાઇસ વસાવી લેવામાં જાગૃત લોકો ખટકાટ અનુભવ કરતા નથી. ફિટનેસ બેન્ડ અને સ્માર્ટ વોચની બોલબાલા હાલના વર્ષોમાં વધી છે. ખાસ કરીને યુવા પેઢીમાં તેનો ક્રેઝ વધારે જોવા મળે છે. આકર્ષક સ્વરૂપોમાં આ સ્માર્ટ વોચ અને સ્માર્ટ બેન્ડ મળી શકે છે. તમામ રંગોમાં પણ તે સરળ રીતે ઉપલબ્ધ છે. જે લોકોને ગમી જશે.

Share This Article