ગાંધીનગર : ગુજરાત સ્ટેટ કાઉન્સિલના નેતૃત્વમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC)એ ગાંધીનગરમાં સપ્લાય ચેન અને લોજિસ્ટિક્સ પર એક કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા કાર્યક્ષમતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દેશમાં અગ્રણી નેશનલ ચેમ્બર તરીકે ICC એ ભારતમાં વાણિજ્યમાં સુધારાના ઉદ્દેશ્ય સાથે ઉદ્યોગ નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સાથે ચર્ચા દ્વારા વિવિધ ક્ષેત્રીય મુદ્દાઓને સંબોધિત પણ કર્યા હતા.
ઇન્ડિયન સપ્લાય ચેન કૃષિ, ઉત્પાદન અને સેવા જેવા ક્ષેત્રોમાં અત્યંત વૈવિધ્યપુર્ણ અને ગતિશીલ છે. એટલું જ નહિ એ જે પડકારોનો સામનો કરે છે તે વચ્ચે, સપ્લાય ચેન ઉદ્યોગ, ઉત્પાદક, કાચો માલ, બજાર અને ઉપભોક્તા વચ્ચેના નેટવર્ક તરીકે કાર્ય કરે છે. ટેક્નોલોજી, ઇનોવેશન અને અપગ્રેડેશનના આગમન સાથે સ્થિતિ સ્થાપકતા વધારવા અને કામગીરીને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉદ્યોગ દિન પ્રતિદિન કાર્યક્ષમ, પારદર્શક અને ખર્ચ અસરકારક બની રહ્યો છે.
2020માં આ ઉદ્યોગનું મૂલ્ય $225 બિલિયન હતું અને તે 2025 સુધીમાં વધીને $637 બિલિયન થવાની આશા છે. ભારતનું ઈ-કોમર્સ માર્કેટ 2026 સુધીમાં $200 બિલિયન થવાનો અંદાજ છે અને લોજિસ્ટિક્સ માર્કેટ 2026 સુધીમાં 307 બિલિયન ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. ઇન્ડિયન સપ્લાય ચેઈન ઉદ્યોગ ઈ-કોમર્સ, લાસ્ટ માઈલ ડિલિવરી, ઈન્ડસ્ટ્રી 4.0, ઓમ્ની-ચેનલ અને ઘણા બધા મુખ્ય પ્રવાહો સાથે ઝડપથી વિકાસ કરી રહ્યો છે.
સ્માર્ટ સપ્લાય ચેન કોન્ક્લેવમાં બે વિષય પર ચર્ચાઓ થઈ હતી એક વેરહાઉસ અને મટીરીયલ હેન્ડલિંગ પર અને બીજું કાર્યક્ષમ લોજિસ્ટિક્સ માટે ‘લાસ્ટ માઈલ કનેક્ટિવિટી’. આ ચર્ચાઓને વી-ટ્રાન્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને એએસપીએલ જેવા ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા પ્રસ્તુતિઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જેણે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કાર્યક્ષમતા લાવવા માટે રજૂ કરેલા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રદર્શન કર્યું હતું.
સપ્લાય ચેન સર્વિસ પ્રોવાઇડર્સે સેક્ટરના વિકાસ પર આંતરદૃષ્ટિ શેર કરી હોવાથી કોન્ફરન્સમાં નવા એપ્લિકેશન આધારિત સોલ્યુશનની રજૂઆત પણ જોવા મળી હતી જે તમામ સપ્લાય ચેન સેવાઓ માટે સિંગલ વિન્ડો બનાવે છે. આ સેવા પ્રદાતાઓ તેમજ ઉદ્યોગ વપરાશકારો બંને માટે એક મહત્વપૂર્ણ સેવા હશે – જેનાથી એક જ એપમાં તમામ સેવાઓના એકત્રીકરણના માધ્યમથી પારદર્શિતા લાવશે.
ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અમેયા પ્રભુએ કહ્યું કે, “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) એ બે મુખ્ય તકનીકો છે, જે તાજેતરના દિવસોમાં ઇન્ડિયન સપ્લાય ચેન ઉદ્યોગમાં માંગની આગાહી, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સ પ્લાનિંગ જેવા અનેક પાસાઓને ઑપ્ટિમાઇઝ કરીને ક્રાંતિ લાવી રહી છે. વધુમાં આ તકનીકો વ્યવસાયોને સક્ષમ કરી રહી છે કે મોટા ડેટા સેટનું વિશ્લેષણ કરવામાં પેટર્ન શોધી શકે અને આગાહીઓ કરી શકે જે નોંધપાત્ર ખર્ચ બચત અને ગ્રાહક સંતોષમાં વધારો કરી શકે છે”.
ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) એ ભારતમાં વ્યાપાર અને ઉદ્યોગની અગ્રણી સંસ્થા છે, જેની સ્થાપના 1925માં અગ્રણી ઉદ્યોગપતિઓના જૂથ દ્વારા કરવામાં આવી હતી. ચેમ્બર રાષ્ટ્રીય મહત્વના વ્યૂહાત્મક મુદ્દાઓને સંબોધીને ઉદ્યોગ અને સરકાર વચ્ચે સાર્થક તાલમેલ બનાવવા માટે કાર્યક્ષમ રીતે કાર્ય કરી રહી છે. છેલ્લા 98 વર્ષોમાં દેશની અંદર ખુબ જ સારી વાણિજ્યની સુવિધા આપવામાં તે નિમિત્ત બની રહ્યું છે.