ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ફિંગર પ્રિંટ્સ, ફોટો તથા માપ લેવાનો કાયદાકીય અધિકાર આપવા માટે બંદીની ઓળખાણ અધિનિયમ ૧૯૨૦માં સંશોધન કરવાની જરૂરિયાત છે- તેમ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ ગંગારામ આહિરે જણાવ્યું હતુ.
તેમણે આગળ જણાવ્યું કે ગુનેગારો દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાહિત ઉકેલમાં પોલિસ સામેએક પડકાર રજૂ કરે છે. આજે હૈદરાબાદમાં ફિંગર પ્રિટં બ્યૂરોના ડિરેક્ટર્સના ૧૯માં અખિલ ભારતીય સંમેલનનું દ્ઘાટન કરતા મંત્રી આહિરે જણાવ્યું કે એનસીઆરબીનો ડેટા બેસ જેમાં માત્ર ૧૧.૫ લાખ ફિંગર પ્રિંટ છે, તેને વિસ્તારિત કરવાની જરૂરિયાત છે. ફિંગર પ્રિંટ પુરાવાના તપાસ અધિકારીઓ તથા ન્યાયકર્તાઓ દ્વારા વિશ્વાસપાત્ર માનવામાં આવે છે કારણ કે આ એક ફૂલ પ્રુફ અને પ્રભાવી ફોરેંસિક માધ્યમ છે.
આહિરે પોલિસ દળના આધુનિકીકરણ પર બળ આપ્યુ તથા કહ્યું કે આવા સમયમાં જ્યારે ગુનેગારોની ટેકનોલોજી સુધી સરળ પહોંચ છે અને તેઓ તેનો ઉપયોગ ગુનો કરવા માટે કરી રહ્યાં છે, સ્માર્ટ પોલિસિંગ સમયની જરૂરિયાત છે.