છત્તીસગઢમાં હવે જીઓ મિમની સાથે સ્માર્ટ ફોન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી: છત્તીસગઢ સરકારે રાજ્યમાં ૫૦ લાખ મફત સ્માર્ટ ફોન વિતરણ માટે હેન્ડસેટ બનાવતી કંપની માઇક્રોમેક્સ અને રિલાયન્સ જીઓને ૧૫૦૦ કરોડ રૂપિયાનો ઓર્ડર આપી દીધો છે. સંચાર ક્રાંતિ યોજના હેઠળ રાજ્ય સરકાર મહિલાઓ અને વિદ્યાર્થીઓને મફતમાં સ્માર્ટ ફોન આપી રહી છે. માઇક્રોમેક્સના સહસ્થાપક વિકાસ જૈને કહ્યું છે કે, ૪૫ લાખ સ્માર્ટફોન મહિલાઓને આપવામાં આવશે અને અન્ય કોલેજ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ ૧૦૦૦૦ કેમ્પ લગાવવામાં આવશે.

ફોનની ડિલિવરી શરૂ કરવામાં આવી ચુકી છે. રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવેલા લાભાર્થીઓને ફોન જીઓ કનેક્શનની સાથે આપવામાં આવશે. લાભાર્થીઓની પ્રમાણિકતાની ખાતરી કરવા આધારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ૨૦૦૦થી ૨૫૦૦ સ્ટાફના લોકોને રાખવામાં આવ્યા છે. આગામી થોડાક સપ્તાહમાં તમામ લાભાર્થીઓ સુધી ફોન પહોંચી જશે.

ડિજિટલ સમાવેશ માટે આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા હેઠળ આપવામાં આવશે. મહિલાઓને આપવામાં આવનાર માઇક્રોમેક્સ ફોનના ડિસ્પ્લે ચાર ઇંચના છે અને એક જીબી રેમ અને આઠ જીબી ઇન્ટરનલ મેમરી છે.

Share This Article