દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને આર્થિક મંદી અને સુસ્તીની સ્થિતિ માં હવે વધારે પ્રોત્સાહનની જરૂર દેખાઇ રહી છે. તેમના માટે રાહતજનક પગલાની જરૂર પણ દેખાઇ રહી છે. તેમની અડચણો ધીમી ધીમે દુર થાય તે દિશામાં પહેલ કરવાની જરૂર રહેલી છે. વિકાસ દર અને રોજગારને વધારી દેવા માટે નાના ઉદ્યોગોની મોટી ભૂમિકા રહેલી છે. લઘુ ઉદ્યોગોને જુદા જુદા પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે.
હાલમાં જ ૧૪મી નવેમ્બરના દિવસે ૧૧મી બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) શિખર બેઠકમાં કેટલાક પાસા પર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં ભારત તરફથી કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલે કહ્યુ હતુ કે જે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષના ઉદ્યોગો રહેલા છે તે ભારતીય અર્થવ્યવસ્થાના આધારસ્તંભ રહેલા છે. તેમને વિકસિત દેશોના જુદા જુદા ચાર્જના કારણે ઉત્પાદન અને નિકાસ સંબંધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
આવી જ રીતે વૈશ્વિક સ્તર પર ટોપની ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા પણ ઓછી કિંમત પર ભાર છુટછાટ પર ચીજ વસ્તુઓ વેચી દેવાના કારણે તકલીફ પડી રહી છે. આના કારણે ભારતના નાના ઉદ્યોગો કારોબારીઓ માટે સંરંક્ષણના ભાગરૂપે પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. ચોક્કસપણે એકબાજુ આવી સ્થિતિ માં ભારતના નાના ઉદ્યોગ કારોબારને પ્રોત્સાહન આપવાની જરૂર દેખાઇ રહી છે.
બીજી બાજુ કારોબારની સરળતા માટે પ્રયાસ પણ યુદ્ધના ધોરણે કરવામાં આવે તે જરૂરી છે. જો આવુ કરવામાં નહીં આવે તો તકલીફ પડી શકે છે. નવી વેશ્વિક રીપોર્ટ આ ક્ષેત્રોમાં ભારતની સ્થિતિ માં સુધારો દર્શાવે છે. જો કે લાભ મોટા શહેરોમાં અને મોટા કારોબાર સુધી મર્યાદિત દેખાય છે. અત્રે નોંધનીય છે કે વર્લ્ડ બેંકના ઇઝ ઓફ ડુઇઉંગ બિઝનેસ ૨૦૨૦માં ભારત ૧૯૦ દેશોની યાદીમાં ૬૩માં સ્થાન પર છે.
ભારતે કારોબારની સરળતા માટે જુદા જુદા પગલા ચોક્કસપણે લીધા છે પરંતુ હજુ આ ક્ષેત્રે ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. હાલમાં દેશમાં નિર્માણ અને સેવા ક્ષેત્ર બે વર્ગની શ્રેણી રહેલી છે. જેના કારણે ખરાબ હાલતમાં રહેલા ઉદ્યોગોની ઓળખ કરવાની બાબત મુશ્કેલરૂપ રહે છે. જુદા જુદા સેક્ટરની દ્રષ્ટિથી શ્રેણી બનાવીને ટર્ન ઓવરની શ્રેણી નક્કી કરવામાં આવે તે જરૂરી છે. આવુ કરવાના કારણે કારોબારીઓને જીએસટી રિફંડની સાથે બીજી રાહતો પણ ઝડપથી મળી શકે છે. નાના ઉદ્યોગ કારોબારી ઇચ્છે છે કે તેમને ટેકનિક વિકાસની સાથે સાથે નવી બાબતોનો લાભ મળી શકે છે.
ખાસ રીતે ઇ-કોમર્સ પ્લેટફોર્મની સાથે નાના કારોબારી મોટી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. વર્તમાન રોકડ કટોકટીને ધ્યાનમા લઇને સરકાર દ્વારા આ ક્ષેત્ર માટે ૨૫૦૦૦થી ૩૦,૦૦૦ કરોડ રૂપિયા મારફતે સમર્પિત ફંડ બનાવી દેવાની જરૂર દેખાઇ રહી છે. આ ફંડમાંથી આપવામાં આવનાર લોન પર કોઇ જામીન પણ માંગવા જાઇએ નહીં. જાહેર ક્ષેત્રની અનેક મોટી કંપનીઓ હાલમાં ચુકવણીમાં વિલબ કરી રહી છે. આવી સ્થિતિ માં અટવાયેલા નાણાં પર વહેલી તકે નાણાં મળે તે દિશામાં ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. સરકારે કોર્પોરેટ ટેક્સમાં કાપ મુકી દીધો છે. જોકે એમએસએમઇ આ શ્રેણીમાં આવતા નથી. નાના કારોબારી પર પણ ટેક્સ ઘટાડી દેવામાં આવે તે જરૂરી છે. નીતિ આયોગ ઉદ્યોગ કારોબારના જે ૩૬થી વધારે માપદંડના આધાર પર કામ કરે છે તેમાં ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. માપદંડના આધાર પર રેટિંગ નક્કી કરવામાં આવી રહ્યા છે.
ડબલ્યુચટીઓના પડકારોની સામે નાના કારોબારીઓ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર દેખાઇ રહી છે. જા સરકાર સસ્તા લોનની સુવિધાની સાથે સાથે જીએસટી રાહતની સાથે આવે છે તો ફાયદો થઇ શકે છે. શ્રમ કાનુનથી રાહત મેળવી લેવાની જરૂર દેખાઇ રહી છે. નિકાસ પ્રોત્સાહન આપવામાં આવશે તો આર્થિક સુસ્તીના દોરમાં મુશ્કેલીમાંથી નાના કારોબારી બહાર આવી શકે છે. નાના કારોબારીઓને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે.