હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ભારતના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૃદ્ધિ છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ ઓછી રહી છે. કાર્બન ઉત્સર્જન ની રફતાર ઓછી રહેતા તેની રચનાત્મક અને હકારાત્મક અસર જોવા મળી રહી છે. આર્થિક મંદી વચ્ચે તમામ નકારાત્મક પાસા સપાટી પર આવી રહ્યા છે ત્યારે આ એક સારી બાબત ઉભરીને સપાટી પર આવી છે. સુસ્તીના વધુ એક સારા સંકેત મળી ગયા છે. હાલમાંજ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃદ્ધિ આશરે પાંચ ટકાની આસપાસ રહી છે. આ વખતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃદ્ધિ આશરે પાંચ ટકા રહેવાની વાત સપાટી પર આવ્યા બાદ આને લઇને પર્યાવરણ નિષ્ણાંતો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. મંદીના એકમાત્ર સકારાત્મક પરિણામની અસર પણ જોવા મળી રહી છે. દુનિયાભર માટે ઉત્સર્જનના અંદાજ લગાવવા માટેની બાબત સરળ નથી. આના માટે સતત અભ્યાસની જરૂર હોય છે. ઉત્સર્જન માટે અંદાજ લગાવનાર ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૯માં ભારતનુ ઉત્સર્જન ૨.૬ બિલિયન ટન એટલે કે ૨૦૧૮ની તુલનામાં માત્ર ૧.૮ ટકા વધારે રહેવાની શક્યતા છે. આનુ કારણ કમજોર આર્થિક વૃદ્ધિ દર છે. આ છેલ્લા વર્ષમાં આઠ ટકાના વૃદ્ધિર દરની તુલનામાં ખુબ ઓછો છે.
છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં પાંચ ટકાના દરે સરેરાશ વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૃદ્ધિ આ વર્ષે ઘટીને માત્ર ૦.૬ ટકા રહેવાની શક્યતા દેખાઇ રહી છે. રિપોર્ટમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે કાર્બન ઉત્સર્જનમાં ઓછા વધારા માટે કેટલાક કારણો રહેલા છે. મંદીની પણ સારી અસર આના કારણે થઇ છે. આ માત્ર ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીના એક સારા પરિણામ તરીકે છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળાથી આર્થિક વિકાસ સતત ઘટી રહ્યો છે. જેના કારણે ઉત્સર્જન ગતિવિધીમાં ઘટાડો થઇ રહ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના ઉત્સર્જન વિકાસમાં મંદીના સંભવિત કારણોમાં પરિભાષા અલગ છે. ભારતીય કાર્બન ઉત્સર્જન છેલ્લા દશકમાં પ્રતિ વર્ષ ૫.૧ ટકાના દરે વધ્યુ છે. જો કે વર્ષ ૨૦૧૯માં ૧.૮ ટકાના વૃદ્ધિ દરનો અંદાજ રહેલો છે. ભારતમાં કમજોર આર્થિક વિકાસના કારણે તેલ અને કુદરતી ગેસના ઉપયોગમાં પણ ઘટાડો અથવા તો ધીમી ગતિએ વધારો થયો છે.
કમજોર અર્થવ્યવસ્થાના કારણે ભારતના વીઝળી ઉત્પાદનમાં વૃદ્ધિ દર ૨૦૧૯માં છ ટકા પ્રતિ વર્ષથી ઘટીને એક ટકા રહી ગયો છે. સંભવિત માંગમાં ગામનુ વીજળીકરણ થઇ રહ્યુ છે. આ ઉપરાંત મોનસુનમાં વૃદ્ધિના કારણે પાણીના કારણે વીજળીનુ ઉત્પાદન ખુબ વધારે પ્રમાણમાં થઇ રહ્યુ છે. કોલસાથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા લગાવવામાં આવેલા આંકડાના અંદાજથી કહી શકાય છે કે કેટલાક આંકડા આગળ પાછળમાં હોઇ શકે છે.
જો કે વાસ્તવિક સમયમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૈશ્વિક પ્રવાહની દ્રષ્ટિએ કેટલાક સારા સંકેત મળી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં ભારતમાં કાર્બન ઉત્સર્જન ૧.૯૯ બિલિયન ટન રહ્યુ હતુ. જ્યારે કુલ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન જેમાં મિતેન, નાઇટ્સ, ઓક્સાઇડ જેવા અન્ય ગ્રીન હાઉસ ગેસ સામેલ છે. જે ૨.૬ બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના બરોબર રહી હી. સુસ્તીના સતત સારા સંકેત મળી રહ્યા છે ત્યારે વૈપારી પ્રવૃતિને મંદીના કારણે માઠી અસર થઇ રહી છે પરંતુ પર્યાવરણ પર તેની સારી અસર થઇ રહી છે. સુસ્તીના સંકેતો મળી રહ્યા છે ત્યારે આ સારા સંકેત છે.