નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે લોકોને આજે મોટી રાહત આપી હતી. નવા વર્ષ પહેલા જીએસટી પર મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મોની ટિકિટ, ટીવી સેટ, કોમ્પ્યુટર, પાવર બેન્ક, ટીવી સ્ક્રીન સહિતની દરરોજ ઉપયોગમાં આવતી ૨૩ ચીજવસ્તુઓ પર જીએસટી રેટમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ આ તમામ ચીજા પહેલી જાન્યુઆરી ૨૦૧૯થી સસ્તી થશે. આજે જે ચીજવસ્તુ પર દર ઘટાડવામાં આવ્યા છે તે દર પહેલી જાન્યુઆરીથી લાગુ થશે.
- ટાયર, વીસીઆર અને લિથિયમ બેટરીને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકાના જીએસટી રેટમાં લવાયા
- ૩૨ ઈંચના ટીવી ઉપર રેટ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકાના રેટ ઉપર લવાયા
- ૧૦૦ રૂપિયા ઉપરની સિનેમાની ટિકિટ ઉપર ૧૮ ટકા જીએસટી લાગુ થશે
- ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમતની સિનેમા ટિકિટ ઉપર ૧૨ ટકા જીએસટી લાગુ થશે
- ટાયર ઉપર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા
- વ્હીલચેર ઉપર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા
- ફ્રોજન વેજિટેબલ પર જીએસટી પાંચ ટકાથી ઘટાડીને શૂન્ય ટકા
- ફુટવેર ઉપર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા અને પાંચ ટકા
- બિલિયર્ડ અને સ્નૂકર પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા
- લિથિયમ બેટરી ઉપર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા
- થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા
- ધાર્મિક યાત્રા પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ અને પાંચ ટકા
- ૧૮ વસ્તુઓ ઉપર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા અથવા તો પાંચ ટકા
- છ વસ્તુઓ ઉપર જીએસટીને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકાના સ્લેબમાં લવાઈ
- કુલ ૨૩ વસ્તુઓ પૈકી ૧૭ વસ્તુઓ અને છ સેવાઓમાં જીએસટી રેટમાં ફેરફાર કરવામાં આવ્યા
- આગામી બેઠકમાં સિમેન્ટમાં જીએસટી રેટને તર્કસંગત કરાશે
- ૨૮ ટકાના સ્લેબમાં હવે માત્ર લકઝરી ચીજવસ્તુઓ જ રહેશે
• મૂવી ટિકિટ, કોમ્પ્યુટર, ટીવી સ્ક્રીન, પાવર બેન્ક, ફુટવેર, ફ્રોજન વેજિટેબલ, વ્હિલચેર, ટાયર જેવી ચીજવસ્તુઓ પહેલી જાન્યુઆરીથી વધુ સસ્તી થશે.