નવીદિલ્હી : ભીષણ ગરમી બાદ વરસાદની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈ રહેલા દેશના લોકો માટે હવે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી ચુકી છે. હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા શું આગાહી કરાઈ તે નીચે મુજબ છે.
- ચોથી જૂનના દિવસે કેરળના દરિયાકાંઠે મોનસુન પહોંચશે
- દેશભરમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે
- ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના કહેવા મુજબ લોંગ પરિયડ એવરેજના ૯૩ ટકા સુધી વરસાદ થશે
- મોનસુનની સિઝન ભારતની વાર્ષિક વરસાદ પૈકીના ૭૦ ટકા વરસાદ આપે છે
- દેશમાં કૃષિ સેક્ટર માટે મોનસુની વરસાદ ખુબ મહત્વપૂર્ણ છે
- પહેલી જૂનના દિવસે કેરળના દરિયાકાંઠે મોનસુની વરસાદ પહોંચી ગયા બાદ જુલાઈના મધ્ય સુધી સમગ્ર દેશમાં મોનસુન પહોંચી જશે
- સમયસર વરસાદની એન્ટ્રી થવાથી ડાંગર, સોયાબીન અને કપાસ જેવા પાકની સમયસર ખેતી થશે.