જ્યારે ગ્રાહકોની સામેલગીરી, ગ્રાહક સંતોષ અને ગ્રાહગક સંડોવણી વાત આવે ત્યારે તે વિશિષ્ટ અસાધારણ પહેલ હોઇ શકે છે, જેમાં સ્કોડા ઓટો ઇન્ડિયા ક્રાંતિકારી છતા રમૂજી ચળવળ ‘Fans of ŠKODA’ શરૂ કરવા તૈયાર છે. આ એક એવી કેમ્પેન છે જે સીધી રીતે સ્કોડના ગ્રાહકો અને બ્રાન્ડના ચાહકોની સંડોવણી અને સામેલગીરી જેમાં સ્કોડીયન્સ સીધા જ ઝૂંબેશ, ઇવેન્ટ્સ અને પ્રોડક્ટ લોન્ચીઝમાં ભાગ લે છે.
આ પ્રોજેક્ટ વિશે વાત કરતા સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર ઝેક હોલ્લીસએ જણાવ્યું હતુ કે “ફેન્સ ઓફ સ્કોડા પ્રોજેક્ટ ખરેખર મારા હૃદયની નજીક છે. મને હંમેશા અમારા ગ્રાહકો સાથે વાતચીત કરવાનો આનંદ આવ્યો છે અને આ પ્રયત્ન અમારા ગ્રાહકો અને ચાહકો જે અમારી કારને ચાહે છે તેમની સાથે ફક્ત બ્રાડની સામેલગીરી અને સંડોવણીને ઊંચી માત્રાએ લઇ જશે. હુ માનુ છું કે આ સંતુષ્ટ ગ્રાહકો અને ઓર્ગેનિક ચાહક સમુદાય છે જે સફળ બ્રાન્ડ અને આઇકોનિક વચ્ચે તફાવત પાડે છે. સ્કોડાના ચાહકો અમારી નેટવર્ક વિસ્તરણ અને વધી રહેલા ગ્રાહક ટચપોઇન્ટસ સાથે સ્કોડા ખાતે અમારા ગ્રાહકોની વધુ નજીક જવાનો વધુ એક માર્ગ બન્યો છે.”
‘Fans of ŠKODA’ પહેલ અમદાવાદ, બેંગલોર, ભોપાલસ ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ, કોઇમ્બતોર, દિલ્હી, ગૌહત્તી, ઇન્દોર, જયપુર, કોચી, કોલકાતા, નોઇડા અને સુરતમાં 15 કસ્ટમર એક્ટીવીટીઝ હાથ ધરશે. આ ગ્રાહક સામેલગીરી અને ગ્રાહક સંતોષ માટેની ક્રાંતિકારી ચળવળ 2022ના પ્રથમ તબક્કામાં સ્કોડા ઓટો ઇન્ડિયાને મળેલી નોંધપાત્ર અને વિક્રમી વેચાણને પગલે લાવવામાં આવી છે, જેમાં કંપનીએ H1 2022માં વાર્ષિક વેચાણને વટાવ્યુ હતુ અને દેશમાં 205થી વધુ કસ્ટમ ટચપોઇન્ટની સંખ્યાને પણ વટાવી હતી.