મુંબઈ : સ્કોડા ઓટોનું ભારતમા રજતજયંતી વર્ષ ચાલી રહ્યું છે, જેની સાથે ભારતમાં તેના 25 વર્ષના ઈતિહાસમાં વિક્રમી માસિક વેચાણ સાથે સીમાચિહન પાર કરીને ભારતમાં નવા યુગનો શુભારંભ પણ કર્યો છે. માર્ચ 2025માં સ્કોડા ઓટો ઈન્ડિયાએ 7422 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ભારતમાં બ્રાન્ડ દ્વારા આજ સુધીનું સર્વોચ્ચ માસિક વેચાણ છે. આ સિદ્ધિ સંપૂર્ણ નવી કાયલેક એસયુવી રજૂ કર્યા પછી અને રણવીર સિંહે કંપનીનો પ્રથમ બ્રાન્ડ સુપરસ્ટાર બનીને જાગૃતિ અને વિચારો પ્રેરિત કર્યા પછી ટૂંક સમયમાં જ પ્રાપ્ત થઈ છે.
સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર પીટર જનેબાએ વેચાણના સીમિચિહન પર બોલતાં જણાવ્યું હતું કે, “સંપૂર્ણ નવી કાયલેક રજૂ કરવા સાથે અમે અમારા ભારતના પ્રાવાસમાં નવા યુગ પ્રત્યે કટિબદ્ધ છીએ. 7422 કારનું માર્ચ 2025માં અમે કરેલું વેચાણ આ આકાર લીધેલા પ્રવાસનો દાખલો છે અને ભારતીય રસ્તાઓ પર યુરોપિયન ટેકનોલોજીનો પ્રસાર કરવાના લક્ષ્ય સાથે સક્ષમ નિયોજન, પ્રયાસો અને વ્યૂહરચનાનું પરિણામ પણ છે. ગ્રાહકોનો પ્રતિસાદ આલેખિત કરે છે કે કાયલેક અપવાદાત્મક કિંમત મૂલ્ય પરિમાણ બની છે, જેણે આરામ, જગ્યા અને સુરક્ષાને સબ-4-મીટર એસયુવી સેગમેન્ટમાં નવી ઊઁચાઈએ મૂકી દીધાં છે. વધુ ગ્રાહકો અભિમુખ બને અને કાયલેકની સફળતાની ઉજવણી કરે તે માટે અમે આરંભિક કિંમતોને એપ્રિલના અંત સુધી વિસ્તારવાનું નક્કી કર્યું છે.’’
ભારતમાં સ્કોડા ઓટો માટે સૌથી મોટા મહિનાની પ્રેરક નવી પ્રવેશેલી કાયલેક છે, જે ફેબ્રુઆરી 2024માં રજૂ કરવામાં આવી હતી. કારને ભારત દ્વારા નામ અપાયું હતું અને નવેમ્બર 2024માં રજૂ કર્યા પછી જાન્યુઆરી 2025માં ડિલિવરી શરૂ કરાઈ હતી. આ સ્કોડા ઓટો ઈન્ડિયાના પ્રથમ સબ-4મી એસયુવી છે અને ફાઈવ- સ્ટાર સેફ રેટેડ કાર્સના સ્કોડા પરિવારમાં એન્ટ્રી પોઈન્ટ છે. સર્વ ત્રણ સ્કોડા કાર MQB-A0-IN મંચ પર નિર્માણ કરાઈ હોઈ કુશાક, સ્લાવિયા અને કાયલેકે પુખ્તો અને બાળકોની સુરક્ષા માટે પણ સંપૂર્ણ ફાઈવ- સ્ટાર પોતાને માટે મેળવ્યા છે. કુશાક અને સ્લાવિયા ગ્લોબલ એનસીએપી દ્વારા પરીક્ષણ કરાઈ હતી, જ્યારે કાયલેકનું પરીક્ષણ ભારત એનસીએપી હેઠળ તાજેતરમાં કરાયું હતું.
વધતી માગણીને પહોંચી વળવા માટે કાયલેકનું ઉત્પાદન ઝડપથી વધારવામાં આવ્યું છે, જેનો હેતુ સક્રિય બુકિંગ (15,000થી વધુ) સાથેના સર્વ ગ્રાહકોને મેના અંત સુધી ડિલિવરી આપવાનો છે.
ગ્રાહકોની નજીક પહોંચી
બ્રાન્ડે 2021માં 120થી આજની તારીખે 280 સુધી ટચપોઈન્ટ્સનું નેટવર્ક વિસ્તાર્યું હોઈ આ વર્ષે તે 350 સુધી લઈ જવા માગે છે. સ્કોડા ઓટો ઈન્ડિયાએ ફુલ્લી ડિજિટલાઈઝ્ડ શોરૂમો, ઓનલાઈન- ઓન્લી વેચાણ, એડ-ઓન એનીટાઈમ વોરન્ટી, સ્કોડા સર્વિસ કેમ જેવી સેવા પારદર્શકતા, સ્પર્ધાત્મક જાળવણી ખર્ચ અને સ્કોડા સુપરકેર સાથે આવતી સર્વિસ પ્રાઈસ સામે રક્ષણ વગેરે જેવા ઈનોવેશન્સ પણ રજૂ કર્યાં છે. ઉપરાંત સ્કોડા ઓટો ઈન્ડિયાએ તાજેતરમાં સર્વ નવા સ્કોડા ગ્રાહકો માટે એક વર્ષનું કોમ્પ્લિમેન્ટરી સુપરકેર મેઈનટેનન્સ પેકેજ પણ રજૂ કર્યું છે, જે સર્વિસ અને મેઈનટેનન્સ ખર્ચ તેના ગ્રાહકો અને ચાહકો માટે પૂરતો નીચે લાવે છે.