મુંબઇ : Škoda Kylaq રેન્જના સફળ લોન્ચ બાદ Škoda ઓટો ઇન્ડિયાએ હવે 4×4 SUVની તદ્દન નવી જનરેશનના લોન્ચ સાથે સ્પેક્ટ્રમના બીજા છેડે નવી કાર Kodiaqની ઘોષણા કરી છે. ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બીજી જનરેશનમાં, તદ્દન નવી Kodiaq લક્ઝરી, રિફાઇનમેન્ટ, ઓફ રોડ ક્ષમતા, ઓન-રોડ ડાયનેમિક્સ અને સાત સિટની સર્વતોમુખીતાના સિગ્નેચર મિશ્રણ સાથે આવી પહોંચી છે.
Škoda ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર પેટ્ર જાનેબાએ જણાવ્યું હતુ કે, “માર્ચમાં અમે ભારતમાં Kylaqના લોન્ચ સાથે અને Kushaq અને Slaviaની મદદથી સૌથી વધુ માસિક વેચાણ હાંસલ કર્યુ હતું. ચાલુ વર્ષે અમે જે લક્ષ્યાંક હાંસલ કરવાનો ધ્યેય રાખ્યો હતો તેમાંનો આ એક છે. અમારી પ્રોડક્ટ આક્રમક વ્યૂહરચના અનુસાર તદ્દન નવી Kodiaqનું લોન્ચ Škodaની લક્ઝરી અને ટેકનોલોજી પરાક્રમ સાથે અમારી પ્રોડક્ટ સ્પેક્ટ્રમનું બીજી છેડેથી નિરૂપણ કરે છે. Kodiaqએ હવે અમારા અગત્યના વારસાગત નામો જે કે ઓક્ટાવિયા અને સુપર્બ સાથે વિકાસ સાધ્યો છે. Kodiaq આખરી લક્ઝરી અને શહેરના માર્ગોનુ હેન્ડલીંગ ઓફર કરે છે અને તેનો સર્વતોમુખી દરેક ભૂપ્રદેશ ક્ષમતાઓમાં પણ સમાવેશ થાય છે.”
Škoda ઓટોની પ્રીમિયર 4×4 2.0 TSI એન્જિન દ્વારા સંચાલિત છે જે 150kW અને 320Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ પાવર અને ટોર્ક સાત-સ્પીડ ડ્યુઅલ ક્લચ DSG ઓટોમેટિક દ્વારા બંને એક્સેલમાં વિતરિત કરવામાં આવે છે. તે MQB37 ઇવો પ્લેટફોર્મ પર આધારિત છે અને સ્પોર્ટલાઇન અને સિલેક્શન L&K વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જેમાં બંને સાત સીટ ઓફર કરે છે. ભારતમાં છત્રપતિ સંભાજી નગરમાં બ્રાન્ડની સુવિધા ખાતે એસેમ્બલ કરાયેલ, Kodiaqને ARAI દ્વારા 14.86 કિમી/લીટરની ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરવા માટે રેટિંગ આપવામાં આવ્યું છે.