મુંબઈ : સ્કોડા ઓટો ઈન્ડિયાએ ભારતમાં નવી સ્લેવિયા મોન્ટે કાર્લો એડિશન લોન્ચ કરી છે. સ્પોર્ટ થીમને આગળ લઈ જતા, કંપનીએ કુશક અને સ્લેવિયા લાઇન અપની અંદર એક નવી સ્પોર્ટલાઈન રેન્જ પણ રજૂ કરી અને ભારતીય ગ્રાહકો માટે મૂલ્ય અને પસંદગીના ગુણાંકમાં વધારો કરતી આ કાર માટે પાથ-બ્રેકિંગ ઓફરની જાહેરાત કરી.
આ પ્રસંગે સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર પેટર જાનેબાએ કહ્યું, “મોન્ટે કાર્લો બેજ ગ્રાહકો સાથે મજબૂત જોડાણ ધરાવે છે, જે સ્પોર્ટ અને વિક્ટરીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. મને એ જણાવતા આનંદ થાય છે કે, અમે આજે સ્લેવિયા મોન્ટે કાર્લો લોન્ચ કરીએ છીએ. ભારતમાં સ્કોડા બ્રાન્ડને વિકસાવવાની આ અમારી વ્યૂહરચનાનો એક ભાગ છે, જે યુરોપની બહાર અમારા માટે સૌથી મોટા બજારોમાંનું એક છે. આ ખાસ કાર યુનિક, સટલ અને સ્પોર્ટી એસ્થેટિક્સ શોધતા ગ્રાહકો સાથે મજબૂત આકર્ષણ ધરાવે છે, જે શૈલીની એક અલગ સમજ રજૂ કરે છે. તે રેલી મોન્ટે કાર્લોમાં અમારા 112 વર્ષ, સમૃદ્ધ વારસાના 129 વર્ષ અને ભારતમાં 24 વર્ષ માટે અંજલિ છે. અમે બે નવા ટ્રિમ્સ પણ રજૂ કર્યા છે – સ્લેવિયા સ્પોર્ટલાઇન અને કુશક સ્પોર્ટલાઇન, ગ્રાહકોને વધુ પસંદગી અને મૂલ્ય પ્રદાન કરીને રેન્જને વિકસિત અને સમકાલીન રાખવાના અમારા ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરે છે. સ્પોર્ટલાઇન એવા ગ્રાહકો માટે યોગ્ય છે કે જેઓ મોન્ટે કાર્લોના સ્પોર્ટી એસ્થેટિક્સને વધુ સુલભ કિંમતે શોધી રહ્યા છે. નવા મોન્ટે કાર્લો અને સ્પોર્ટલાઈન ઓફરિંગ સાથે, અમે ભારતમાં સ્કોડા પરિવારનો નોંધપાત્ર વિકાસ કરવા આતુર છીએ.”
એનિવર્સરી ઓફર
રેલી મોન્ટે કાર્લો ખાતે કંપનીની પદાર્પણ પછીની આ તમામ નવી રેન્જના લોન્ચને 112મી એનિવર્સરી નિમિત્તે સ્કોડા ઓટો ઈન્ડિયાએ સ્પોર્ટ-પ્રેરિત મોન્ટે કાર્લો અને કુશક અને સ્લેવિયાની સ્પોર્ટલાઈન રેન્જની ખરીદી કરતા ગ્રાહકો માટે લાભો આપ્યા છે. આ ચારમાંથી કોઈપણ કારનું બુકિંગ કરાવનારા પ્રથમ 5,000 ગ્રાહકોને ₹30,000નો લાભ મળશે. ઑફર તરત જ કાર્યરત છે અને 6 સપ્ટેમ્બર, 2024 સુધી માન્ય રહેશે.
મોન્ટે કાર્લોમાં શું નવું મળશે?
આ કારમાં 1.0 અને 1.5 TSIનું એન્જીન છે. 1.0 TSI છ-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક સાથે ઉપલબ્ધ છે. અને 1.5 TSI સાત-સ્પીડ DSG દ્વારા આગળના વ્હીલ્સને પાવર ટ્રાન્સફર કરે છે. આ કાર ફક્ત ટોર્નેડો રેડ અને કેન્ડી વ્હાઇટ કલરમાં આવે છે. આ બંને ઓપ્શન સ્ટાન્ડર્ડ તરીકે કોન્ટ્રાસ્ટિંગ ડીપ બ્લેક રૂફ સાથે આવે છે. વિન્ડો ગાર્નિશમાં ઓઆરવીએમની જેમ ઓલ-બ્લેક થીમ છે. બ્લેક ટ્રીટમેન્ટ રેડિયેટર ગ્રિલ સરાઉન્ડ, ફોગ લેમ્પની આસપાસ ગાર્નિશ અને બ્લેક R16 એલોય વ્હીલ્સ પર ચાલુ રહે છે.
સ્પોર્ટી, બ્લેક સ્પોઇલર્સ કારના આગળ અને બાજુના સ્કર્ટને ડેકોરેટ કરાયું છે અને પાછળના ભાગમાં બૂટના લિપ પર પણ હોય છે. પાછળના ભાગમાં બ્લેક સ્પોર્ટી રીઅર ડિફ્યુઝર અને બ્લેક બમ્પર ગાર્નિશ પણ મળે છે. મોન્ટે કાર્લોની બહારની હાઇલાઇટ્સને ગોળાકાર કરીને ડાર્ક ક્રોમમાં સટલ અને કલાસી ડોર હેન્ડલ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
અંદર, કાર ઓલ-બ્લેક સ્પોર્ટી કેબિનમાં મોન્ટે કાર્લો રેડ થીમ ઇન્ટિરિયર સાથે આવે છે. ડેકોર ફ્રેમ, એર વેન્ટ્સ બ્લેક છે. લોઅર ડેશબોર્ડ, સેન્ટર કન્સોલ ડેકોર અને હેન્ડબ્રેક પુશ બટનની જેમ સ્ટીયરીંગ વ્હીલ અને ગિયર નોબ તેમના ક્રોમ ઇન્સર્ટને તમામ બ્લેક કરી નાખવામાં આવ્યાં છે.
અંદરના ફીચર્સ
સ્પોર્ટલાઇન, બાકીના કુશક અને સ્લેવિયા લાઇન-અપની જેમ, છ એરબેગ્સ સાથે આવે છે. આ ઉપરાંત, આ સ્પોર્ટી ટ્રીમમાં ઈલેક્ટ્રિક સનરૂફ, એલોય ફૂટ પેડલ્સ, કનેક્ટિવિટી ડોંગલ, રેઈન સેન્સિંગ વાઈપર્સ અને ઓટો-ડિમિંગ ઈન્ટરનલ રીઅર-વ્યુ મિરર જેવી અન્ય વિવિધ સુવિધાઓ છે.
સ્પોર્ટલાઇનના ઉમેરા સાથે, કુશક અને સ્લેવિયા સિરિઝ વધુ વિસ્તરે છે અને બંને કાર હવે ક્લાસિક, સિગ્નેચર, સ્પોર્ટલાઇન, મોન્ટે કાર્લો અને પ્રેસ્ટિજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. દરેક સ્કોડા ઓછામાં ઓછા છ એરબેગ્સ છે. વધુમાં, કુશક અને સ્લેવિયા ગ્લોબલ NCAP અંદર્ગત સુરક્ષા માટે સંપૂર્ણ 5-સ્ટાર રેટિંગ ધરાવે છે. યુરો NCAP હેઠળ સુપર્બ અને કોડિયાકને સમાન રેટિંગ આપવામાં આવ્યું છે. સ્લેવિયા મોન્ટે કાર્લો અને કુશક અને સ્લેવિયામાં સ્પોર્ટલાઈન ટ્રિમના ઉમેરા સાથે, સ્કોડા ઓટો ઈન્ડિયાએ તેની 5-સ્ટાર સલામત કારોના કાફલાને વધુ વિસ્તૃત કર્યો છે