– Škoda ઓટો ઇન્ડિયાએ 5-સ્ટાર સેફ ક્રેશ પરીક્ષણવાળી કારના સમગ્ર કાફલા સાથે ભારતની એક માત્ર કાર ઉત્પાદક બની ગયા બાદ, 2023માં પ્રોડક્ટ આક્રમક વ્યૂહરચના સાથેની કામગીરી સતત રાખી છે. Škodaની Slavia સેડાને ભારતમાં રજૂઆત બાદનું એક વર્ષ અને વિશ્વના અન્ય ભાગની રજુઆતનું સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે. આ પ્રસંગની યાદગીરીમાં કંપનીએ Slavia સેડાનની ઓલ-ન્યુએનિવર્સરી એડીશન રજૂ કરી છે – આ કારે તાજેતરના વૈશ્વિક NCAP ક્રેસ પરીક્ષણમાં સૌથી વધુ પોઇન્ટસ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે Slaviaની સેફ્ટી ચાર્ટમાં Kushaq SUV પમ ટોચ પર છે, ભારતમાં પુખ્ત અને બાળકો એમ બન્ને ઓક્યુપેન્ટ્સ માટે 5-સ્ટાર જેટલા ઊંચા પોઇન્ટ પ્રાપ્ત કરનાર સૌપ્રથમ કાર બની છે. SUV હવે Kushaq તરીકે કહેવાતા નવુ વર્શન પ્રાપ્ત કરી રહી છે. નવા ઉમેરણો સાથે Škodaની રેન્જ હવે અનેક કિંમતે વધુ ઓફરિંગ સાથે વધુને વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડી રહી છે.
Škoda ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર પેટ્ર સોલ્કએ જણાવ્યું હતુ કે, “અમે Kushaq અને Slaviaની ઓલ ન્યુ એડીશન્સ સાથે અમારી પ્રોડક્ટ આક્રમક વ્યૂહરચના સતત રાખી છે, જે ભારતમાં અમારી વૃદ્ધિ મહત્ત્વાકાંક્ષાઓમાં અગત્યની છે. તેની રજૂઆત થઇ ત્યારથી જ અમારી INDIA 2.0 કાર બન્નેએ સુરક્ષાની દ્રષ્ટિએ નવા માપદંડો સ્થાપિત કર્યા છે અને અમે ભારતમાં સુરક્ષાની વાત આવે ત્યારે અમે વર્ગમાં અગ્રણી છીએ. અમારી સમાધાન-નહી સુરક્ષા વ્યૂહરચના સાથે આ બન્ને કાર તેમના ડ્રાઇવીંગ પરિમાણો અને ડિઝાઇન સાથે અલગ તરી આવે છે. ગ્રાહકોની પસંદગી અનુસાર અમારી પ્રોડક્ટ રેન્જને તાજી અને સમકાલીન બનાવી રાખવાની ક્રિયા 2023 અને પછીથી Škoda બ્રાન્ડને વિકસાવવા પરત્વેના અમારા માર્ગમાં અગત્યનો ભાગ ભજવે છે. Kushaq અને Slavia પરના આ નવા પ્રોડક્ટ પગલાંઓ તે દિશામાં એક આગવુ કદમ છે, જે અમારા ગ્રાહકો અને ચાહકોને વધુ મૂલ્ય અને પસંદગી પ્રદાન કરે છે. અમે નવી ખાસ એડીશન્સ અને પ્રોડક્ટ રિફ્રેશમેન્ટસ નિયમિત ધોરણે માર્કેટમાં લાવીશું અને અમારા વૃદ્ધિ વેગને ચાલુ રાખીશું.”
લાવા બ્લ્યુ શેડ Škodaનો અત્યંત લોકપ્રિય વિકલ્પ છે જે ઘણા લાંબા સમયથી ઓક્ટાવિયા અને સુપર્બ સેડાન અને Kodiaq 4×4માં લાંબા સમયથી ઉપલબ્ધ છે. Škodaની ઇન્ડિયા 2.0 કારમાં આ સિગ્નેચર શેડ પ્રાપ્ત કરતી હોય તેવુ સૌપ્રથમ વખત બન્યુ છે. Slaviaની એનિવર્સરી એડીશન સ્ટાઇલ વેરિયાંટમાં ટોચ પર છે અને તમામ પ્રકારના સ્ટાઇલ કંફોર્ટ અને અને ઉમેરેલા શણગારો સાથે સુરક્ષા ફીચર્સથી સજ્જ છે. Kushaq એડીશન Kushaq સ્ટાઇલ અને મોન્ટે કાર્લો વેરિયાંટસની વચ્ચે આવે છે. બન્ને કાર આગળ અને પાછળની ગ્રીલ રિબ્સમાં ક્રોમ ફિનીશ સાથેના મડફ્લેપ્સ ધરાવે છે. ડોર્સના નીચેના ભાગમાં અને ટ્રંક પર ક્રોમ ગાર્નિશ ધરાવે છે. Slaviaમાં C-પીલર ‘એનિવર્સરી એડીશન’ બ્રાન્ડીંગમાં ફોઇલ ધરાવે છે, જ્યારે Kushaq B-પીલરમાં ‘એડીશન’ પ્લેકેટ ધરાવે છે.
આ પ્રવાહ અંદરની બાજુએ પણ સતત રહ્યો છે જેમાં Slavia ‘એનિવર્સરી એડીશન’ સ્કફ પ્લેટ મેળવે છે કેમ કે ગ્રાહકો એવા ઇન્ટેરિયર તરફ ડોર્સ ખોલે છે જેમાં સ્ટિયરીંગ વ્હીલ પર એનિવર્સરી એડીશન બેજ ધરાવે છે. એનિવર્સરી એડીશનને ડ્રાઇવર્સ ફૂટવેલ વિસ્તારમાં એલુ (Alu) પેડલ્સથી સજ્જ કરવામાં આવે છે. જ્યારે ડેશબોર્ડ 25.4 ŠKODA ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ સાથે ŠKODA પ્લે એપ્સ અને વાયરલેસ સ્માર્ટલિંક ધરાવે છે. આ સિસ્ટમમાં સબવુફર અને 380 વોટ્ટ ઓડીયો સિસ્ટમનું પણ મિશ્રણ છે.
Kushaqના કિસ્સામાં, સ્કફ પ્લેટને ‘ KUSHAQ ‘ કોતરેલુ જોવા મળે છે. ગ્રાહકોને SUV અને સેડાન બંનેમાં કેબિનમાં થીમ આધારિત, પ્રીમિયમ ટેક્સટાઇલ મેટ અને કુશન પિલો મળે છે. Slaviaને ગાદલામાં ‘એનિવર્સરી એડિશન’ શિલાલેખ મળે છે, અને Kushaqના ગાદલા તેમાં ‘એડિશન’ શિલાલેખને શણગારે છે. Kushaq એડિશનમાં તેના દરેક ડોર્સમાં એક પડલ લેમ્પ પણ છે જે નીચેની જમીનને પ્રકાશિત કરતી વખતે Škodaનો લોગો રજૂ કરે છે. બંને કારની આ આવૃત્તિઓ E20 ઇથેનોલ ઇંધણ મિશ્રણ સાથે પણ સુસંગત છે અને આગામી RDE ઉત્સર્જન ધોરણોનું પાલન કરે છે જે Slaviaમાં 5% સુધી અને Kushaqમાં 7% સુધી બળતણ કાર્યક્ષમતામાં વધુ સુધારો કરે છે.
વિશિષ્ટતામાં વધારો કરવા માટે, Kushaq અને Slaviaના આ મર્યાદિત ઉત્પાદન રન માત્ર 1.5-લિટર EVO-જનરેશન, ચાર-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવશે જે 110 kW પાવર અને 250 Nm ટોર્ક બનાવે છે. ગ્રાહકો પાસે તેમના વિશિષ્ટ Škodaમાં ટ્રાન્સમિશન ડ્યુટી માટે 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DSG ઓટોમેટિક વચ્ચેની પસંદગી હશે. અદ્યતન 1.5 TSI ટર્બો-ચાર્જ્ડ પેટ્રોલમાં સિલિન્ડર નિષ્ક્રિયકરણ અને પ્લાઝ્મા-કોટેડ સિલિન્ડર લાઇનર્સ જેવી સેગમેન્ટ-વિશિષ્ટ સુવિધાઓ છે. જ્યારે સંપૂર્ણ લોડ હેઠળ ન હોય ત્યારે, 1.5 TSI EVO એન્જિન તેના 4 સિલિન્ડરોમાંથી 2ને બંધ કરે છે જે ચાલતી કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવે છે અને બળતણનો વપરાશ ઘટાડે છે. સિલિન્ડર હેડ પ્લાઝ્મા-કોટેડ હોય છે જે એન્જિનને શ્રેષ્ઠ તાપમાન પર કામ કરવા દેતા ગરમીના વધુ સારી રીતે વિસર્જન અને સંચાલનની મંજૂરી આપે છે. આ બધા એન્જિનની કાર્યક્ષમતા અને બળતણના વપરાશની વાત આવે ત્યારે કરકસર કરવાની તેની ક્ષમતાને વધારે છે.
Kushaqને જુલાઈ 2021માં અને Slaviaમાં માર્ચ 2022માં લોન્ચ કરવામાં આવી હતી. બંને કાર 1.0 TSI અને વધુ અદ્યતન 1.5 TSI એન્જિન દ્વારા સંચાલિત છે, જે વિશિષ્ટ, પ્રદર્શન-લક્ષી ગ્રાહકોના સમૂહને પૂરી પાડે છે. Kushaq અને Slavia લોન્ચ થયા બાદથી, Škoda ઓટો ઈન્ડિયા ભારતમાં એક પછી એક શિખર પર ચઢી રહી છે. કંપનીએ ભારતમાં વેચાણ માટે ઉત્પાદકનું સૌથી મોટા વર્ષ તરીકે 2022માં વિક્રમજનક વેચાણ મહિનાઓ, વેચાણ ત્રિમાસિક અને H1 નોંધણી કરી હતી. આ સમયે, કંપનીએ તેના ગ્રાહક ટચપોઇન્ટ્સને 240 ઉપરાંત વધાર્યા હતા અને તેના તમામ શોરૂમને સંપૂર્ણ રીતે ડિજિટલાઇઝ કર્યા હતા. તેણે 1-વર્ષ/20,000kms નું અગાઉ ક્યારેય રજૂ ન કરાયુ હોય તેવું વોરંટી પેકેજ પણ રજૂ કર્યું હતુ જે જૂની Škodaમાં ઉમેરી શકાય છે અને નવા માલિકોને 8 વર્ષ અથવા 150,000kms, બેમાંથી જે પણ વહેલું હોય તેની અસરકારક વોરંટી મેળવવા સક્ષમ બનાવે છે.
ભારતની સૌથી સુરક્ષિત કારની આ જોડી MQB-A0-IN પ્લેટફોર્મ પર સ્થાન ધરાવે છે જે ખાસ કરીને ભારત અને ઝેચ રિપબ્લિકની ટીમો દ્વારા ભારત માટે વિકસાવવામાં આવી હતી. તે ઉચ્ચ સ્થાનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન કરવામાં આવ્યું હતું – 95% – અને માલિકીની ઓછી કિંમત – પ્રતિ કિલોમીટર 0.46 થી શરૂ થાય છે. Kushaq અને Slavia હવે ભારતમાં સલામતી ચાર્ટમાં ટોચ પર છે અને Škoda ઓટો હવે ભારતની એકમાત્ર ઉત્પાદક બની ગઈ છે જેમાં કારથી ભરપૂર કાર કાફલો છે જેનું ક્રેશ-પરીક્ષણ કરવામાં આવ્યું છે અને પુખ્ત વયના લોકો અને બાળકો બંને માટે 5-સ્ટાર સુરક્ષિત છે.