– વિક્રમી જૂન અને 2022ના અર્ધવાર્ષિકની ખુશીમાં સ્કોડા ઓટો ઈન્ડિયાએ ભારત અને દુનિયાભરમાં પરિવર્તનકારી કુશાક એસયુવીની પ્રથમ એનિવર્સરીની ઉજવણીના ભાગરૂપે ઘણી બધી અપડેટ્સ અને પરિવર્તન રજૂ કર્યાં છે.
ક્રાંતિકારી કુશાબ પર બોલતાં સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર ઝેક હોલિસે જણાવ્યું હતું કે, “કુશાક ઈન્ડિયા 2.0ની હીરો છે અને એક વર્ષ પૂરું કર્યું છે ત્યારે સ્કોડા ઓટો ઈન્ડિયાના આનંદિત અને સંતુષ્ટ ગ્રાહકોના વારસા સાથે વેચાણમાં એક પછી એક નવી ઊંચાઈ સર કરી રહી છે. અમારા ગ્રાહકલક્ષી અભિગમની રેખામાં અમે અમારા ઉપભોક્તાઓનો અનુભવ વધુ બહેતર બનાવવા અને અમારા ચાહકો અને ઉપભોક્તાઓને મૂલ્ય પૂરી પાડતા બધા નવા વેરિયન્ટ્સ રજૂ કરીને કુશાકના જીવનચક્રમાં આ સીમાચિહનરૂપ અવસરનો ઉપયોગ કરીએ છીએ.”
કુશાક રેન્જમાં કેબિનમાં નવી હેડલાઈનર અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ બધી રેન્જમાં સ્ટાન્ડર્ડ તરીકે મળે છે. ઉપરાંત બધા વેરિયન્ટ 1.0 ટીએસઆઈ દ્વારા પાવર્ડ હોઈ સ્ટાન્ડર્ડ તરીકે સ્ટાર્ટ-સ્ટોપ રેક્યુપરેશન સિસ્ટમ સાથે સુસજ્જ છે. તેનું ઈંધણ કિફાયતીપણું આ સાથે 7-9 ટકા સુધર્યું છે. ઈન્ટીરિયરમાં હવે એર્ગોનોમિક્સ વધારતાં અને ડ્રાઈવરને ઉપયોગ માટે આસાની ખાતર ચુનંદી કામગીરીઓ માટે નોબ્સ અને બટન્સ સાથે 20.32 સેમી સ્કોડા ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ મળશે.
વધુ એક ઉમેરો નોન- સનરૂફ (એનએસઆર) સ્ટાઈલ ટ્રિમ છે. તે વર્તમાન મહત્ત્વાકાંક્ષા અને સ્ટાઈલ વેરિયન્ટ્સ વચ્ચે બેસે છે. એનએસઆર સ્ટાઈલ વેરિયન્ટ 1.0 ટીએસઆઈ સ્ટાઈલ પર આધારિત છે. તે 4-ડાયલ મિડિયમ એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઓફર કરશે અને 6- સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે એક્સક્લુઝિવ હશે, જે ગ્રાહકો માટે વધુ એક વેલ્યુ પ્રાઈસ- પોઈન્ટ ઓફર કરે છે. સનરૂફ સાથે રેખામાં ટોચના સ્ટાઈલ વેરિયન્ટને હવે એનાલોગ ડાયલ્સની જગ્યાએ ડ્રાઈવરના ઈન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ માટે 20.32 સેમી સ્કોડા વર્ચ્યુઅલ કોકપિટ સાથે અપગ્રેડ કરાયું છે.
એન્જિન્સને 6- સ્પીડ મેન્યુઅલ અને 6- સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિકની પસંદગી સાથે અજમાયશ કરાયેલી અને કસોટીમાંથી પાર ઊતરેલા 1.0 ટીએસઆઈ સાથે સમૃદ્ધ બનાવવા સાથે ઉજવણી શરૂ કરવામાં આવી છે. પરફોર્મન્સ અભિમુખ 1.6 ટીએસઆઈ ઈવો એન્જિન પણ પરિચિત 6-સ્પીડ મેન્યુઅલ અથવા 7- સ્પીડ ડીએસજી ઓટોમેટિક સાથે ચાલુ રહેશે.
કુશાક રેન્જ હવે એક્ટિવ, એમ્બિશન, સ્ટાઈલ (એનએસઆર)થી આરંભ કરતાં અને તાજેતરમાં લોન્ચ કરાયેલા કુશાક મોન્ટે કાર્લો સાથે 5 વેરિયન્ટ્સમાં હવે ઉપલબ્ધ છે.