– જ્યારે સમગ્ર દેશમાં ચોમાસું બેસવામાં જ છે, ત્યારે સ્કોડા ઓટો ઈન્ડિયામાં રેકોર્ડ વરસાદ થઈ રહ્યો છે. ઈન્ડિયા ૨.૦, એક પ્રયાસ જે ૨૦૧૮ માં શરૂ થયો હતો, તે જોવાઈ રહ્યું છે કે કંપની તેના પોતાના વેચાણના રેકોર્ડ તોડી રહી છે અને મહિને મહિને નવા રેકોર્ડ બનાવી રહી છે. જૂન ૨૦૨૨ માં 6,023 સ્કોડાએ સમગ્ર ભારતમાં નવા ઘરો મેળવી રહી છે. આ માર્ચ ૨૦૨૨ માં 5,608 એકમો સાથે એક દાયકા જૂનો રેકોર્ડ તોડ્યા પછી આમ બનેલ છે. જૂન ૨૦૨૧ માં વેચાયેલી 734 કારની તુલનામાં વર્ષે-દર-વર્ષે, જૂન ૨૦૨૨ માં 721% નો વધારો થયેલ છે. એકંદરે, સ્કોડા ઓટો ઈન્ડિયાએ ર૦રરના પૂર્વાર્ધમાં 28,899 યુનિટનું વેચાણ કરી ૨૦૨૧ માં ૨૩,૮૫૮ એકમોના વેચાણ વાર્ષિક આંકડો વટાવી દીધો છે .
સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર ઝેક હોલિસે જણાવ્યું હતું કે, “અમારી બંને ઈન્ડિયા ૨.૦ પ્રોડક્ટ્સ અત્યંત પડકારજનક પૃષ્ઠભૂમિમાં બજારમાં પ્રવેશી છ જેવી કે વૈશ્વિક રોગચાળો, તૂટક તૂટક લોકડાઉન, આર્થિક ઉથલપાથલ, ભૌગોલિક રાજકીય અસ્થિરતા વગેરે ,અને હવે સતત સેમિકન્ડક્ટરની અછત પુરવઠા શૃંખલાને અસ્વસ્થ કરી રહી છે. તેથી, અમારા બધા માટે સ્કોડા ઓટો ઇન્ડિયાએ વેચાણના નવા રેકોર્ડ તોડવાનું અને સ્થાપવાનું ચાલુ રાખવું એ એક અવિશ્વસનીય સિદ્ધિ છે. તે અમારી તમામ ટીમોના સર્વાંગી કાર્યનું પરિણામ છે. માત્ર ઉત્પાદનની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ગ્રાહક સંતોષની દ્રષ્ટિએ, અમારા તમામ નવા ગ્રાહક ટચપોઇન્ટ્સમાં વ્યાપક, ઊંડો પ્રવેશ અને ગ્રાહક-કેન્દ્રિત સેવા અભિયાનોની શ્રેણી પણ.તદ્ ઉપરાંત અમારા ડીલર ભાગીદારો પણ એક મોટી ભૂમિકા ભજવી રહ્યા છે જેમણે એક સુંદર કામ કર્યું છે. સાથે મળીને, અમે ખાતરી કરીશું કે ૨૦૨૨ ભારતમાં ‘સૌથી મોટું વર્ષ’ હશે.”
સ્કવોડા ઓટો ઈન્ડિયા પહેલેથી જ ૨૦૨૨ માટેના અંદાજો અને લક્ષ્યોને હરાવી રહ્યું છે. ગયા મહિને જ, કંપનીએ ડિસેમ્બર ૨૦૨૧માં ૧૭૫ થી ૨૦૫+ ગ્રાહક ટચપોઇન્ટ્સ મેળવ્યા હતા. કંપનીએ હવે અગાઉ સેટ કરેલા ૨૨૫ ટચપોઇન્ટ્સ કરતાં ૨૦૨૨ માટે તેના અંદાજોને ૨૫૦ ગ્રાહક ટચપોઇન્ટ પર રીસેટ કર્યા છે. ઉત્પાદકની સૌથી જૂની નેમપ્લેટ, અને સતત ઉત્પાદનમાં ભારતની સૌથી લાંબી ચાલતી કારોમાંની એક, સ્ક્વોડા ઓક્ટેવીઆ, તાજેતરમાં ૧ લાખનો આંકડો વટાવી ગઈ છે. ઓક્ટેવીઆ અને સુપર્બ જેવી સેડાન તેમના સેગમેન્ટની આગેવાની લઈ રહી છે,સ્ક્વોડા પહેલેથી જ વર્ષ દરમિયાન વેચાઈ ગઈ છે, અને ઈન્ડિયા ૨.૦ હીરો, સ્લેવીઆ અને કૂશાક તંદુરસ્ત સંખ્યામાં છે, ભારતમાં ૨-દશકાનો વારસો ધરાવતો ચેક ઉત્પાદક, ૨૦૧૭ થી વધારે ને વધારે મજબૂત બની રહ્યો છે.