– બેજોડ ગ્રાહક સેવા અને સંતોષ આપતી ટીમો અને વ્યક્તિગતોની યજમાની અને તેમની પુરસ્કૃત કર્યા પછી સ્કોડા ઓટો ઈન્ડિયાએ સ્કોડા સર્વિસ ચેલેન્જની તેની પરંપરાને ચાલુ રાખી છે. 2022માં પુણેએ યજમાની કરી હતી, જે પછી 2023માં ફરી એક વાર ગ્રાહકોને અગ્રસ્થાને રાખતાં સ્કોડાના કર્મચારીઓ અને તેના ભાગીદારોને પહોંચ, પુરસ્કૃત અને પ્રોત્સાહન આપવા ઝાકઝમાળભર્યા સમારંભનું યજમાન બનશે.
સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર પીટર સોલ્કે જણાવ્યું હતું કે, “અમે જે પણ કરીએ તેના કેન્દ્રમાં હંમેશાં ગ્રાહકોને રાખીએ છીએ. સ્કોડાના ગ્રાહકોને હંમેશાં સંતુષ્ટ રાખવાની અમારી એક રીત ઝંઝટમુક્ત માલિકી અનુભવ મળે તેની ખાતરી રાખતા કર્મચારીઓ અને ભાગીદારો ધરાવવાની પણ છે. આ એકમાત્ર કારણસર અમે સ્કોડા સર્વિસ ચેલેન્જનું આયોજન કરીએ છીએ. અમારા ગ્રાહકો માટે અમારી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરે તે પુરુષો અને મહિલાઓને પહોંચ આપવા, તેમની કદર અને પુરસ્કૃત કરવા માટે આ એવોર્ડ આપીએ છીએ. તેમનું કામ અને કાર્યક્ષમતા અમારા ગ્રાહકોને સંતુષ્ટ રાખે છે. તેઓ 2023માં વૃદ્ધિની ગતિ ચાલુ રાખવાના અમારા લક્ષ્યમાં યોગદાનકારી છે અને ગ્રાહકલક્ષીતા અને સ્કોડા બ્રાન્ડ પ્રતિકાત્મક બની રહે તેની ખાતરી રાખે છે.”
સ્કોડા સર્વિસ ચેલેન્જની સ્થાપના 2011માં કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા પાર્ટસ મેનેજરો, ડાયગ્નોસ્ટિક અને માસ્ટર ટેક્નિશિયનો, સર્વિસ ટેક્નિશિયનો અને સર્વિસ એડવાઈઝરો વગેરેનું મૂલ્યાંકન કરે છે. ચેલેન્જનું લક્ષ્ય સ્કોડા ઓટોના ભાગીદારો અને ડીલરોના સેવા ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓમાં ગૌરવનું ભાન કેળવવાનું અને તેમને પ્રોત્સાહિત અને મોટિવેટ કરવાનું છે. ગૌરવનું આ ભાન કર્મચારીઓને ખુશી આપે છે, જેઓ પછી ગ્રાહકોને ખુશ રાખે છે.
2021માં આરંભમાં 752 સહભાગીઓ સાથે વર્ષ 2022માં ઓગસ્ટ 2022માં યોજાયેલા ઓનલાઈન રાઉન્ડ્સમાં ભારતમાં ડીલરશિપ્સમાંથી 1161 આરંભિક સહભાગીઓ જોવા મળ્યા હતા, જે પછી સપ્ટેમ્બર 2022માં રૂબરૂ પ્રાદશિક રાઉન્ડ્સ થયા હતા. 5 શ્રેણીમાં ટોચના 10 વ્યક્તિગતોએ 18 જાન્યુઆરી, 2023ના રોજ પુણે ખાતે સ્કોડા ઓટો- વીડબ્લ્યુ ઈન્ડિયાઝ ટ્રેનિંગ એકેડેમીમાં યોજાયેલી ફાઈનલ્સમાં સ્પર્ધઆ કરી હતી. સ્પર્ધામાં થિયરી, પ્રેક્ટિકલ અને સોફ્ટ સ્કિલ્સ પર સહભાગીઓનું આકલન કરવા માટે પરીક્ષણના અનેક રાઉન્ડ્સનો સમાવેશ થતો હતો.
વિજેતાઓ છેઃ
- સર્વિસ ટેક્નિશિયન્સ- શ્રી સુભાષ અધિકારી, ગ્લોબલ મોટોકોર્પ એલએલપી, કોલકતા.
- સર્વિસ મેનેજર- શ્રી મનીષ અટવાલ, કૃષ્ણા ઓટો સેલ્સ, ચંડીગઢ.
- સર્વિસ એડવાઈઝર્સ- શ્રી ગિરીસ જાવારેગોવડા, રાજા મોટર્સ, બેન્ગલોર.
- પાર્ટસ એન્ડ એસેસરીઝ મેનેજર્સ- શ્રી જય જાની, પ્રેસિડેન્સી કાર્સ પ્રા. લિ., સુરત
- માસ્ટર એન્ડ ડાયગ્નોસ્ટિક ટેક્નિશિયન્સ- શ્રી સેમ્યુએલ કેએમ, રાજા મોટર્સ, બેન્ગલોર.
સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર પીટર સોલ્કે વિજેતાઓને ટ્રોફી અને પ્રશસ્તિ એનાયત કર્યા હતા.