ŠKODA AUTO India સમગ્ર ભારતમાંથી ૫૯ શહેરો અને ૩૨,૦૦૦થી વધુ યુવા ક્રિકેટરોને આવરી લેવાના ઉદ્દેશ્ય સાથે ‘ŠKODA Single Wicket (SSW) ટુર્નામેન્ટ’ સીઝન-૨ની જાહેરાત કરી છે. ŠKODA Single Wicket સિઝન ૨૮ એપ્રિલથી શરૂ થશે.
ŠKODA AUTO India બ્રાન્ડ ડિરેક્ટર પેટ્ર સોલ્કએ કહ્યું કે, “ŠKODA AUTO India માટે ગ્રાહક કેન્દ્રિતતા અને અમારા ગ્રાહકો પ્રત્યે માનવીય સ્પર્શનો અભિગમ અમે જે કરીએ છીએ તેના કેન્દ્રમાં છે. ŠKODA Single Wicket પહેલ યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આ ઉપરાંત સહભાગીઓ માટે ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ મેળવવાની અને તેમના પરિવારો અને સમુદાયો સાથે કિંમતી ક્ષણોનો આનંદ માણવાની તક તરીકે પણ કામ કરશે. ભારતમાં યુવા પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને ŠKODA બ્રાન્ડને સમગ્ર ભારતમાં નવા પરિવારો સુધી લઈ જવાનો અમારો વિશેષાધિકાર છે. ”
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સિઝનમાં ŠKODA Single Wicket ટુર્નામેન્ટે અંડર ૧૬ની ગર્લ્સ કેટેગરીનો પણ સમાવેશ કર્યો છે. આ ટુર્નામેન્ટમાં ૫૯ શહેરોમાંથી શ્રેષ્ઠ ગર્લ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવશે. આ વર્ષે એપ્રિલ અને મે દરમિયાન તમામ કેટેગરીઓ માટે સિટી ટ્રાયલ અને ફાઇનલ યોજાશે અને કુલ ૧૮૯ છોકરાઓ (અંડર-12 અને અંડર-16) અને છોકરીઓ (અંડર-16) મે મહિનામાં મુંબઈમાં નેશનલ ફાઈનલમાં રમશે.
ŠKODA Single Wicket એ છ બોલની બેટિંગ અને છ બોલ બોલિંગ સ્પર્ધા છે. ૧૨ વર્ષથી ઓછી વયના છોકરાઓ અને ૧૬ વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને ૧૬ વર્ષથી ઓછી વયની છોકરીઓ માટે ખુલ્લી છે જેમાં પ્રતિભાગીઓને તેમની બોલિંગ અને બેટિંગ કૌશલ્યને પસંદગીકારોની પેનલ સમક્ષ દર્શાવવાની તક મળશે. આ ઉપરાતં બેટિંગ અને બોલિંગના દરેક બોલને પોઈન્ટ આપશે. આ સ્પર્ધા ૫૯ શહેરોમાં નિયુક્ત ŠKODA AUTO ઝોનમાં યોજાશે.
ŠKODA AUTO ઈન્ડિયાએ ŠKODA Single Wicket માઈક્રોસાઈટ પર ટૂર્નામેન્ટ માટે ડિજિટલ રીતે રજીસ્ટ્રેશન ખોલ્યું છે. આજથી સહભાગીઓ તેમના નજીકના SSW શહેરમાં સિટી ટ્રાયલ માટે પોતાને રજીસ્ટર કરવા માટે www.singlewicket.co.in પર લૉગ ઇન કરી શકે છે.
૩ કેટેગરીમાં ટુર્નામેન્ટના સહભાગીઓ – બોયઝ અંડર-૧૨ અને અંડર ૧૮ અને ગર્લ્સ અંડર – ૧૬ને ૮ લાખ રૂપિયાનું રોકડ ઈનામ જીતવાની તક છે અને રનર્સ અપ રૂપિયા 4 લાખ જીતશે. તમામ વિજેતાઓને ક્રિકેટ એકેડમી સ્કોલરશિપ પણ આપવામાં આવશે.
ŠKODA Single Wicket ટુર્નામેન્ટ કંપનીના ઈન્ડિયા- ૨.૦ પ્રોજેક્ટની રાહ પર આવે છે. એટલું જ નહિ બ્રાન્ડે તેની સ્થિતિ, ડીલર્સ, સેવા અને વેચાણ નેટવર્કને વ્યાપક રીતે સુધારો કર્યો છે. પાથ બ્રેકિંગ પ્રોજેક્ટમાં કંપનીની બિઝનેસ પ્રક્રિયામાં પિવટ સાથે મેડ ફોર ઈન્ડિયા પ્લેટફોર્મ પર આધારિત તમામ નવા મેડ ફોર ઈન્ડિયા વાહનો સામેલ હતા જેમાં વધુ ગ્રાહક ટચ પોઈન્ટ્સ અને માલિકી અને જાળવણી ખર્ચમાં ઘટાડાનો સમાવેશ થાય છે.
MQBA0 IN પ્લેટફોર્મના ૯૫ ટકા સ્થાનિકીકરણ સાથે રજૂ કર્યું અને તેની માલિકી કિંમત રૂ. ૦.૪૬ પ્રતિ કિલોમીટર જેટલી ઓછી છે. KUSHAQ SUV જુલાઈ-૨૦૨૧માં આ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવામાં આવી હતી. ત્યારબાદ માર્ચ ૨૦૨૨માં SLAVIA સેડાન દ્વારા ભારત અને ચેક રિપબ્લિકની ટીમો સાથે મળીને ભારત માટે વિશ્વની પ્રથમ બે કાર વિકસાવવામાં આવી હતી. આ ઈન્ડિયા ૨.૦ કારની અવિશ્વસનીય સફળતા હવે સિંગલ વિકેટ ટુર્નામેન્ટ લાવવાના હેતુથી ભાવનાત્મક અને નવીન જોડાણ દ્વારા સમર્થિત છે.