ભારતમાં બેરોજગારીને લઇને હાલમાં ભારે હોબાળો થયેલો છે. બેરોજગારીનો આંકડો દેશમાં સતત વધી રહ્યો છે. વધતા ેરોજગારીના આંકડા વચ્ચે નિષ્ણાંત લોકો ચોક્કસપણે માને છે કે દેશમાં જે રીતે કુશળ લોકોની જરૂર કંપનીઓને હોય છે તેવા કુશળ લોકો કંપનીઓને મળી રહ્યા નથી. જેના કારણે બેરોજગારી વધે છે. કંપનીઓ તેમના જરૂરિયાત મુજબ લોકોની ભરતી કરે છે. દરેક યુવાનો અને અન્યો તેમની કુશળતા વધારે તો રોજગારીની સમસ્યા ઉકેલાઇ શકે છે. એવી ધારણા ખોટી છે કે મોટી વયમાં સારી જોબ મળી શકે નહી. કોઇ પણ વયમાં સારી નોકરી મળી શકે છે તેમાં કોઇ બે મેત નથી.
જો કે આના માટે તરીકા જુદા જુદા હોય છે. દરેક વયમાં જોબ શોધી કાઢવાની પ્રક્રિયા અને તરીકા બદલાતા જાય છે. આને લઇને પણ અભ્યાસની કામગીરી વિતેલા વર્ષોમાં નિષ્ણાંતો દ્વારા હાથ ધરવામાં આવી ચુકી છે. જેમાં કેટલીક મહત્વપૂર્ણ બાબત સપાટી પર આવી છે. દરેક વયમાં જોબ શોધવાની પદ્ધિતી સુ રહેલી છે તેના પર ધ્યાન આપવામાં આવે તો કેટલીક બાબતોને સારી રીતે સમજી શકાય છે. આ તો કડવી વાસ્તવિકતા છે કે વય વધવાની સાથે સાથે જોબ શોધવાની બાબત વધારે મુશ્કેલ રૂપ બનતી જાય છે. જોબ માર્કેટમાં કો પણ કંપની યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપે છે. આના માટેના કેટલાક કારણો હોય છે. ભારતમાં મોટા ભાગે હાયરિંગ મેનેજર અનુભવ કરતા વધારે યુવાનોને મહત્વ આપવામાં આવે છે. તેમને લાગે છે કે દેશમાં યુવાનો ખુબ મોટી સંખ્યામાં છે. જેથી ઓછા પૈસામાં વર્કફોર્સ જરૂરી પ્રમાણમાં મળી જાય છે. યુવાનો એનર્જીથી સજ્જ અને ભરેલા હોય છે.
આયુવાનો લાંબા સમય સુધી કામ કરી શકે છે. હાયરિંગ મેનેજર વિચારે છે કે સતત ટેકનોલોજી બદલાઇ રહી છે અને આવી Âસ્થતીમાં યુવાનો નવી ટેકનોલોજીને વધારે ઝડપથી સારી રીતે શિખી શકે છે. બિઝનેસ માહોલમાં અનુભવની કોઇ વેલ્યુ હવે રહી નથી. જુદી જુદી વયમાં જોબ સર્ચ કરતી વેળા જુદી જુદી રણનિતી અપનાવવામાં આવે છે. ૩૦ વર્ષની વયમાં જોબ સર્ચ પર ધ્યાન આપવામાં આવે તો કેટલીક વિગત ઉભરીને સપાટી પર આવી છે. કેટલીક સ્કીલ હાંસલ કરવામાં આવે છે. રેજ્યુમ પણ શાનદાર રાખવામાં આવે છે. કઇ રીતે પોતાના કેરિયરને દિશા આપી શકાય છે તે બાબત ઉપયોગી હોય છે. આ વયમાં પુરતા પ્રમાણમાં જાખમ લઇ શકાય છે. સાથે સાથે મનની વાત સાંભળી શકવાની સ્થિતી હોય છે. ખરાબ દિવસો માટે કેટલાક મહિનાના પગારને રીઝર્વ રાખવામાં આવે તે જરૂરી છે. દરેક પ્રકારના ઇન્ટરવ્યુ અને ઇન્ટરેક્શનથી કેટલીક નવી બાબત શિખવા મળે તે જરૂરી છે. દરેક સપ્તાહમાં છથી આઠ કલાકનો સમય સર્ચ અને એન્જાય તેમજ લર્ન માટે નક્કી કરવામાં આવે તો ઉપયોગી સાબિત થાય છે. એવા અવસરની શોધ કરવી જાઇએ જેના કારણે પ્રગતિની તક વધારે રહે છે.
કામ પર પ્રભાવ છોડી શકાય તેવી કેરિયરની હમેંશા પસંદગી કરવાની વિચારણા કરવી જાઇએ. વર્તંમાન કંપનીમાં સ્વૈચ્છા સાથે લીડરશીપ રોલ કરવા માટે તૈયારી રાખવી જાઇએ. આ રીતે મોટા કામમાં પોતાની ભૂમિકા મોટી રહે તેવા કામ કરવા જાઇએ. પોતાના સહ કર્મચારીઓ, ક્લાઇન્ટો, જુના બોસ અને ઇન્ડસ્ટ્રીઝ પ્રોફેસરની સાથે સંબંધ કુબ સાનુકુળ રાખવા જાઇએ. ભવિષ્યની નોકરી માટે પ્રોફેશનલ નેટવર્ક રહે તેવી બાબત પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. પોતાના વર્તમાન એમ્પ્લોયરને રોલ બદલી નાંખવા માટે પણ રજૂઆતો કરવી જાઇએ. ૪૦ વર્ષની વયમાં દરેક વ્યક્તિ માટે ટ‹નગ પોઇન્ટ હોય છે. આ ગાળામાં મોટા ભાગના પ્રોફેશનલ સૌથી વધારે કામ કરી શકે તેવી સ્થિતીમાં હોય છે. જોબ સર્ચ દરમિયાન પોતાની સામે સૌથી મોટા પડકારો, નવા એમ્પ્લોયરની સામે પોતાને કુશળ સાબિત કરવાની આ સુવર્ણ તક હોય છે. તમે જે પ્રભાવ છોડવા માટે ઇચ્છુર છો જે પરંપરાનુ નિર્માણ કરવા માટે ઇચ્છુક છો તે તમામ બાબતને ધ્યાનમાં લઇ શકાય છે. આપના માટે યોગ્ય લાગે તે પ્રકારની બાબત પર ધ્યાન આપવાની જરૂર હોય છે. તમે જે પ્રકારની સંતુષ્ટિ અને વાતાવરણ ઇચ્છો છો તે પ્રકારની જોબ શોધી કાઢવા માટેના પ્રયાસ કરવાજોઇએ. ટેન્શન લેવા માટેની કોઇ જરૂર નથી. પાંચ વર્ષની વયમાં જુદા જુદા પ્રકારના અનુભવ લેવાના પ્રયાસ કરવા જોઇએ. શિખવા માટેના અવસર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી છે. શરૂઆત કરતા પહેલા તમામ પ્રકારની સ્કીલ ્ગે માહિતી મેળવી લેવી જાઇએ. ફોર્મલ ડ્રેસ પહેરીને ઇન્ટરવ્યુના અભ્યાસ કરવામાં આવે તે બાબત પણ ઉપયોગી હોય છે. આધુનિક સમયમાં કેટલીક બાબતોને ખાસ રીતે ધ્યાનમાં રાખીને કેરિયરમાં કોઇ પણ તબક્કામાં સારી નોકરી મેળવી શકાય છે.
કેરિયરમાં હજુ સુધીની પ્રગતિની નોંધ પણ તૈયાર રાખવાની જરૂર હોય છે. એવા પ્રકારના બાયો ડેટા તૈયાર કરવા જોઇએજે તમારી કુશળતાને સારી રીતે રજ કરી શકે છે. જો તમે કંપનીને આ બાબત દર્શાવવામાં સફળ થઇ રહ્યા છો કે તમારી પાસે કામનો અનુભવ વધારે પ્રમાણમાં છે તો સારી તક મળી શકે છે. ઉંચા પગાર પણ મળી શકે છે. આધુનિક સમયમાં મિડિયામાં દરેક પ્રકારની બાબત સારી રીતે રજૂ કરવામાં આવે છે જેથી આના કારણે લાભ લઇ શકાય છે.