સીયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાનો 51 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સીયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાનો 51 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવ વલાસણ ગામમાં સ્થિત મેલડી માતાજીના પ્રાગણમાં યોજાયો હતો.સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેર પર્સન દિપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ આણંદ તાલુકાનો પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ હતો.

Siyaram foundation 1

એપ્રિલ મહિનાની ગરમીમાં લગ્ન મંડપમાં પાણીના વેપર લગાવી દિપાલીબેન તથા વિશાલભાઈ ઇનામદાર દ્વારા ખુબ સારું આયોજન કર્યું હતું…આ સાથેજ લગ્નમાં કુલ દસ હજાર લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં 51 નવ દંપતીઓને આશીર્વાદ આપવા ગુજરાતના નામાંકિત કલાકારો આવ્યા હતા જેમાં કિર્તીદાન ગઢવી, હકાભા ગઢવી તથા જીગ્નેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથેજ આણંદ જિલ્લાના એસપી અને ગુજરાત ભરથી રાજકીય નેતાઓએ હાજર રહી સમૂહ લગ્નોત્સવની શોભા વધારી હતી.

Share This Article