૧૫મી જુલાઇના દિવસે ચન્દ્રયાન-૨ મિશન લોંચ કરવામાં આવનાર છે. સમગ્ર વિશ્વની નજર તેના પર હવે કેન્દ્રિત થઇ ગઇ છે. ભારત હવે ચન્દ્રના એ હિસ્સા પર ઉતરવા માટેની તૈયારીમાં છે જ્યાં દુનિયાના કોઇ દેશો પહોંચી શક્યા નથી. ખુબ જ જટિલ અને પડકારરૂપ મિશન હવે પૂર્ણ થનાર છે. ચન્દ્રયાન-૨ મિશનના લક્ષ્ય ચન્દ્ર પર જુદી જુદી શોધ કરવા સાથે સંબંધિત છે. જેના કારણે ચન્દ્રની નવી સપાટીને અને સરહદને સમજી શકાશે. આ ઐતિહાસિક સિદ્ધી તરફ અમે એ વખતે આગળ વધી રહ્યા છીએ જ્યારે ઇસરોનુ નેતૃત્વ અસામાન્ય સિદ્ધી હાંસલ કરી ચુકેલા અને રોકેટ મેનના નામથી જાણીતા ટોપ વૈજ્ઞાનિક કેલાશવડીવુ શિવન કરી રહ્યા છે. કે શિવન રોકેટ મેનના નામથી એમ જ લોકપ્રિય થયા નથી.
વર્ષ ૧૯૮૨માં પ્રથમ વખત જ્યારે તેઓ ઇસરો સાથે જાડાયા હતા ત્યારે પીએસએલવી યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. પીએસએલવીની સફળતા અને વિશ્વસનીયતાની સાથે શિવન પણ સફળતાની સીઢી ઉપર ચઢવા લાગી ગયા હતા. જીએસએલવી અને જીએસએલવી-માર્ક -૩ની ડિઝાઇન અને વિકાસ ઉપરાંતક સ્વદેશી સ્પેસ શટલના પરિક્ષણમાં તેમની ચાવીરૂપ ભૂમિકા રહી હતી. ભારે દુરસંચાર ઉપગ્રહના લોન્ચિંગ અને અંતરિક્ષ કાર્યક્રમમાં તેમની નિર્ણાયક ભૂમિકા રહી છે. જીએસએલવી વિકાસ બાબત ઇસરોના માટે સંજીવની સમાન છે. જીએસએલવી રોકેટના વિકાસમાં સૌથી મોટી અડચણ જટિલ ક્રાયોજેનિક એન્જિનની રહી હતી. પરંતુ મજબુત ઇરાદા અને લક્ષ્ય પ્રાપ્તિ માટે હમેંશા તૈયાર રહેનાર શિવનના નેતૃત્વમાં ભારતે આ ટેકનિક હાંસલ કરીને દુનિયામાં પોતાની તાકાતનો પરિચય ભારતે આપ્યો છે. રોકેટ ટેકનિકમાં તેમની માહિતી ખુબ અસામાન્ય રહી છે.
પોતાના પર વિશ્વાસને શિવને સફળતાના મંત્ર તરીકે રાખીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. શિવન જ્યારે બાળપણમાં કેટલીક વખત ફ્લોપ રહ્યા ત્યારે તેમના માતા પિતા તેમની તાકાત અને વિશ્વાસ વધારી દેતા હતા. નિષ્ફળતાને સફળતામાં ફેરવીને શિવને એક પછી એક સિદ્ધી હાંસલ કરી છે. ખુબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે શિવનને જમીન વેચીને પિતાએ એન્જિનિયર બનાવ્યા હતા. મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી વર્ષ ૧૯૮૦માં એરોનોટિકલ એન્જિનિયરિગની સિદ્ધી હાંસલ કરી લીધી હતી.
ત્યારબાદ શિવને આઇઆઇએસસી બેંગલોરમાંથી વર્ષ ૧૯૮૨માં મેકેનિકલ એન્જિનિયરિંગમાં સિદ્ધી હાંસલ કરી હતી. વર્ષ ૨૦૦૬માં આઇઆઇટી મુંબઇમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી. શિવન ખેડુત પરિવારમાંથી છે. તેમની સામે અનેક પડકારો આવ્યા હતા. છ સભ્યોના પરિવારમાં તેમના પિતા જ એકમાત્ર કમાવનાર હતા. જેથી અનેક વખત શિવનને ખેતીવાડીમાં પિતાની મદદ કરવી પડી હતી. આર્થિક તંગીના કારણે અનેક તકલીફો ઉઠાવી હતી. તેમના નેતૃત્વમાં જ ૧૦૪ ઉપગ્રહ એક સાથે લોંચ કરવામાં આવ્યા હતા.