પોલિસ વિભાગની ક્રિસમસ પાર્ટી દરમિયાન પોતાના જ અધિકારી સાથે લેપ ડાંસ કરનારી મહિલા પોલિસકર્મી પોતાનો વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં છે. આ વીડિયો સામે આવ્યા પછી મહિલા પોલિસકર્મીએ એ ઑફિસર અને તેની પત્ની માફી માંગી હતી. જાે કે, થોડા દિવસો બાદ જ ઈન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ લખી કે વિવાદ ઉભો થઈ ગયો.
વાસ્તવમાં, આ મહિલા પોલિસકર્મીએ પોતાના બર્થડે પર પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ હતુ કે વૃદ્ધાવસ્થા તો જૂની દારુ જેવી હોય છે. પરંતુ, આ વખતે મહિલા પોલિસકર્મીએ કંઈક એવુ કર્યુ છે કે વિભાગે તેના પર કડક એક્શન લેવી પડી. વેરા મેકુલી નામની આ મહિલા પોલીસકર્મીનો લેટેસ્ટ વિવાદ તેના એક સંબંધી સાથે સંકળાયેલો છે.
વાસ્તવમાં આ મામલો ૮ મેનો છે જ્યારે વેરા મેકુલીની બહેનના પતિને ન્યુ જર્સીની પોલીસે રસ્તાના કિનારે ખુલ્લામાં શૌચક્રિયા કરવા બદલ પકડ્યો હતો. જ્યારે વેરા મેકુલીને આ વાતની જાણ થઈ તો તે ગુસ્સામાં પોલીસ સ્ટેશન ગઈ અને તેની બહેનના પતિની ધરપકડ કરવાના કારણને લઈને પોલીસકર્મીઓ સાથે હોબાળો કર્યો.
આ દરમિયાન વેરા મેકુલીએ પોલીસ સ્ટેશનમાં બૂમો પાડી અને પોલીસકર્મીઓ સાથે દલીલો પણ કરી. એટલુ જ નહિ વેરા મેકુલીએ પોતાનો પરિચય ન્યૂયોર્ક પોલીસ વિભાગની ઓફિસર તરીકે આપ્યો અને સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓને પણ દબાવવાનો પ્રયાસ કર્યો. આ પછી જ્યારે એક પોલીસકર્મીએ કહ્યુ કે તે ફક્ત કાયદાકીય પ્રક્રિયાને અનુસરી રહ્યો છે ત્યારે વેરા મેકુલી ગુસ્સે થઈ ગઈ અને તેને તેના લેફ્ટનન્ટ સાથે વાત કરવા માટે કહ્યુ.
વેરા મેકુલી આટલેથી ના અટકી. તેણે પોતાના મોબાઈલથી પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓનુ રેકોર્ડિંગ શરૂ કર્યુ. વેરા મેકુલીએ પોલીસકર્મીઓને ચેતવણી આપી હતી કે તમે તમારી મર્યાદાની બહાર વાત કરી રહ્યા છો અને આ બધુ સારુ નથી થઈ રહ્યુ. આના પર પોલીસકર્મીઓએ વેરા મેકુલીને કહ્યુ કે જાે તમને લાગતુ હોય કે અમે ખોટુ કરી રહ્યા છીએ તો તમે અમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. જાે કે, વેરા મેકકુલીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પછી પોલીસકર્મીઓએ આ સમગ્ર મામલાનો રિપોર્ટ ન્યૂ જર્સી સ્ટેટ પોલીસ ઓફિસને મોકલી આપ્યો અને તપાસમાં જાણવા મળ્યુ કે પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓએ કાયદાકીય પ્રક્રિયાનુ સંપૂર્ણ પાલન કર્યુ હતુ. ન્યુ યોર્ક પોલીસ વિભાગના આંતરિક બાબતોના બ્યુરોએ પોલીસકર્મીઓના યુનિફોર્મ પર લગાવેલા કેમેરાના ફૂટેજની તપાસ કરી ત્યારે વેરા મેકુલીની મુશ્કેલી વધી.
આ ફૂટેજમાં વેરા મેકુલી પોલીસકર્મીઓ સાથે અપશબ્દો બોલતી જાેવા મળી હતી. આ સિવાય પોલીસકર્મીઓએ જણાવ્યુ કે વેરા મેકુલીના મોઢામાંથી દારૂ જેવી દુર્ગંધ આવતી હતી. આ બાબતની પુષ્ટિ કરીને ન્યૂયોર્ક પોલીસ વિભાગના પ્રવક્તાએ કહ્યુ કે, વેરા મેકુલીને દોષી જાહેર કર્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સમય દરમિયાન તેમને કોઈ પગાર મળશે નહિ અને તેમનુ સસ્પેન્શન ક્યારે સમાપ્ત થશે તે વિશે કંઈ કહી શકાય નહિ. જાે કે આ મામલે વેરા મેકુલી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વેરા મેકુલી ગયા વર્ષે ડિસેમ્બરમાં વિવાદોમાં ફસાઈ હતી જ્યારે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં વેરા મેકુલી ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટની ક્રિસમસ પાર્ટીમાં તેના લેફ્ટનન્ટના ખોળામાં બેસીને ડાંસ કરતી જાેવા મળી હતી. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે વેરા મેકુલીએ સોશિયલ મીડિયા પર બીજાે વીડિયો જાહેર કરીને તેના લેફ્ટનન્ટ અને તેની પત્નીની માફી માંગી. જાે કે વેરા મેકુલીએ એમ પણ કહ્યુ કે જાે તેની જગ્યાએ કોઈ પુરુષ હોત તો બહુ વિવાદ ન થયો હોત. બાદમાં મીડિયા સાથે વાત કરીને વેરા મેકુલીએ કહ્યુ, ‘મને એવુ લાગે છે કે હું એક મહિલા છુ અને મે પોલીસકર્મી હોવા છતાં એ ડ્રેસ પહેર્યો હતો એટલા માટે વસ્તુઓનો અર્થ બદલાઈ ગયો. જાે મારા બદલે કોઈ પુરુષે આ બધુ કર્યુ હોત તો આખો મામલો મજાક તરીકે જ રહી ગયો હોત. વાત એ જ પાર્ટીમાં પૂરી થઈ ગઈ હોત અને અત્યારે જે થઈ રહી છે તે રીતે જાહેરમાં ન બની હોત. મને એ પણ ખબર નહોતી કે મારા લેફ્ટનન્ટ પરણેલા છે.