નણંદના લગ્નમાં બેન્ડવાજા વગાડવા આવેલા યુવક સાથે ફરાર થઈ ભાભી, ૩ દિવસ પહેલા જ થયા હતા લગ્ન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લગ્નની સીઝન શરુ થઈ ગઈ છે. દરેક જગ્યાએ લગ્નની ધૂમ મચેલી છે. લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે શું શું નથી કરતા, ક્યારેક ક્યારેક તો એવા કાંડ થઈ જાય છે, જેના વિશે કોઈ વિચાર્યું પણ નહીં હોય. પણ મધ્ય પ્રદેશથી અડીને આવેલા આ કિસ્સો ચોંકાવનારો છે. અહીં ૩ મે પહેલા દુલ્હન બનીને સાસરિયે આવેલી યુવતી ૮ મેના રોજ ઘરેથી ફરાર થઈ ગઈ હતી. નવી પરણીને આવેલી દુલ્હન ગાયબ થતાં જ હોબાળો મચી ગયો હતો. આપને જણાવી દઈએ કે, રજપુરા પોલીસ ચોકીમાં એક દુલ્હનના લગ્નને ત્રણ દિવસ બાદ અજાણ્યા યુવક સાથે ભાગી જવાનો મામલો સામે આવ્યો છે. દુલ્હન પોતાની સાથે લગ્નમાં મળેલા ધરેણાં અને રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી. પીડિત પતિ દ્વારા રજપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ૩ મેના રોજ મડિયાદોની રહેવાસી છોકરીના લગ્ન રજપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક ગામમાં થયા હતા. ૪ મેના રોજ દુલ્હન પોતાના સાસરિયે પહોંચી. અહીં ૮મેના રોજ દુલ્હનની નણંદના લગ્ન હતા અને ૮ તારીખે તેની નણંદની જાન ઘરે આવેલી હતી.

આ દરમ્યાન ભીડનો ફાયદો ઉઠાવીને દુલ્હન ઘરેથી ભાગી ગઈ. પરિવારે આજૂબાજૂમાં તપાસ કરી, સંબંધીઓ અને તેના પિયરમાં સંપર્ક કર્યો, પણ ક્યાંયથી ખબર ન પડી. જે બાદ અનુમાન લગાવામાં આવી રહ્યો છે કે, દુલ્હન પોતાના પિયરના એક યુવક સાથે ભાગી ગઈ, જે દુલ્હનના ઘરે આવ્યો હતો. હાલમાં પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

Share This Article