સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મોને લઇને ઘણી દુવિધા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  અભિનેતા અજય દેવગન અને રોહિત શેટ્ટીએ સાથે મળીને અનેક હિટ ફિલ્મો આપી છે. તેમની સાથે મળીને કોઇ ફિલ્મને લઇને હમેંશા ચાહકોને ઉત્સુકતા રહે છે. કારણ કે ચાહકો સારી રીતે જાણે છે કે આ બંનેની જોડી રોમાંચક અને મનોરંજન ફિલ્મ આપી શકશે. જો કે હવે જાણવા મળ્યુ છે કે રોહિત શેટ્ટી અને અજય દેવગન એક સાથે બે ફિલ્મ પર સાથે કામ કરવા જઇ રહ્યા છે. રોહિત શેટ્ટી અને અજય દેવગન હવે સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મ કરવા જઇ રહ્યા છે. જો કે બંને ફિલ્મો પૈકી પ્રથમ કઇ ફિલ્મ બનાવવામાં આવનાર છે તેને લઇને દુવિધા છે. હાલમાં મિડિયા ઇન્ટરવ્યુમાં અજય દેવગને કહ્યુ હતુ કે રોહિત શેટ્ટી સિંઘમ-૩ તેમજ ગોલમાલ-૫ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. બંને ફિલ્મમાં અજય દેવગન પણ હિસ્સો તરીકે રહેનાર છે.

જો કે અજય દેવગનના કહેવા મુજબ હાલમાં કેટલીક દુવિધા છે. પહેલા સિંઘમ-૩ બનાવવામાં આવનાર છે કે પછી ગોલમાલ-૫ ફિલ્મ બનશે તેને લઇને ભારે દુવિધા છે. રોહિત શેટ્ટી હાલમાં કોઇ તારણ પર પહોંચી શક્યા નથી. કામના મોરચાની વાત કરવામાં આવે તો હાલમાં અજય દેવગન ટોટલ ધમાલ નામની ફિલ્મમાં નજરે પડનાર છે. જે ફિલ્મ ઇન્દ્ર કુમારે બનાવી છે. આની સાથે સાથે તે પોતાન ફિલ્મ તનાજી ધ ગ્રેટ વોરિયર નામની ફિલ્મના શુટિંગમાં પણ વ્યસ્ત છે. તે રોહિત શેટ્ટીની જ ફિલ્મ સુર્યવંશીના શુટિંગમાં પણ વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડર રોલમાં નજરે પડનાર છે.

અજય દેવગનને એક એક્શન સ્ટાર તરીકે જોવામાં આવે છે. તેની એક્શન ફિલ્મો હમેંશા ચાહકોને પસંદ પડે છે.  સંજય દત્ત અને અજય પહેલા પણ કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. તેમની જોડીને પ્રશંસા પણ મળી છે. ઓલ ધ બેસ્ટ ફિલ્મ તેમની સૌથી કોમેડી ફિલ્મ તરીકે રહી છે. જેમાં બંનેની જોડીએ ભારે ધમાલ મચાવી હતી. હવે બંને સાથે કોઇ એક્શન ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક બની ગયા છે.

Share This Article