વર્લ્ડ ચેમ્પિયન સિંધુની  નરેન્દ્ર મોદી સાથે ચર્ચા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : નવી વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમની સાથે વાત કરી હતી. બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપનો તાજ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાની સિદ્ધિ મેળવેલી પીવી સિંધુએ બાસેલથી ભારત આવી પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પાંચમી વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનાર ૨૪ વર્ષીય સિંધુ આવતાની સાથે જ વડાપ્રધાનને મળી હતી અને વડાપ્રધાને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સિંધુને શુભેચ્છા પાઠવી હતી.

સિંધુની સાથે મહાન બેડમિંટન સ્ટાર અને હાલના કોચ પુલેલા ગોપીચંદ પણ હતા. લાંબા સમયથી પુલેલા દ્વારા જ સિંધુને ટ્રેનિંગ આપવામાં આવી છે. દક્ષિણ કોરિયાના પૂર્વ ખેલાડી અને હાલના સિંધુના નવા કોચ પણ સાથે રહ્યા હતા. ગોપીચંદના માર્ગદર્શન હેઠળ સિંધુને  વિશેષ તાલીમ આપવામાં આવી છે. સિંધુની સાથે તેના પિતા પીવી રમન્ના પણ હતા.

Share This Article