મુંબઇ: આરબીઆઇની નાણાંકીય નિતી કમિટીની બેઠક આજે શરૂ થઇ હતી. કમિટીની બેઠક શરૂ થયા બાદ જુદા જુદા પાસા પર વિચારણા કરવામાં આવ્યા બાદ બુધવારના દિવસે નિર્ણય કરવામાં આવનાર છે. ફુગાવોનો જોખમ રહેલો છે. જેના કારણે વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવી શકે છે.
૨૨થી વધારે બજાર નિષ્ણાંતોને આવરી લઇને કરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફુગાવાને લઇને જોખમ રહેલા છે. આ વર્ષની શરૂઆતમાંથી વધીને જૂન મહિનામાં ભારતનો કન્ઝ્યુમર પ્રાઇઝ આધારિત ફુગાવો ૫ ટકા સુધી પહોંચ્યો હતો જે મે મહિનામાં ૪.૮૭ ટકા હતો. જૂન પોલિસી દરમિયાન આરબીઆઈએ કેટલાક સંકેતો આપ્યા હતા. આવી સ્થિતીમાં આરબીઆઇ વ્યાજદરના સંબંધમાં નિર્ણય કરી શકે છે. કેટલાક નિષ્ણાંતો એમ પણ માની રહ્યા છે કે વ્યાજદર હાલમાં યથાવત રહી શકે છે.
વ્યાજદરને લઈને જુદા જુદા પાસા પર વિચારણા કરવામાં આવ્યા બાદ વ્યાજદરના સંબંધમાં નિર્ણય કરવામાં આવી શકે છે. સામાન્ય લોકો માટે આ બેઠક મહત્વપૂર્ણ બની ગઇ છે. લોન સસ્તી થશે કે કેમ તેને લઈને પણ ગણતરી કરવામાં આવી રહી છે. છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટીનું નેતૃત્વ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ કરી રહ્યા છે. જૂનની બેઠકમાં તમામ લોકોને ચોંકાવી દેવામાં આવ્યા હતા. તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝીક પોઈન્ટનો વધારો કરી દેવામાં આવ્યો હતો. અટકળો એવી ચાલી રહી છે કે ફુગાવાના જોખમને ધ્યાનમાં લઈને બુધવારના દિવસે બીજી વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવશે.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ મિટીંગને ફુગાના આંકડા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ફુગાવાને કાબુમાં લેવા વધુ નિર્ણાયક પગલાંની જરૂરીયાત દેખાઈ રહી છે. બોન્ડ મૂડી રોકાણકારો અને અલગ અલગ બ્લુમબર્ગ સર્વેમાં અર્થશાસ્ત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા ૨૫ બેઝીક પોઈન્ટનો વધાધારો કરવામાં આવશે. આની સાથે રેટ વધીને ૬.૫ ટકા સુધી થઈ જશે.
મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ એમ પણ માની રહ્યા છે કે હાલમાં યથાસ્થિતિ પણ જાળવવામાં આવી શકે છે. રેટમાં કોઈપણ હિલચાલથી બેંચમાર્ક બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચી જશે. જુન મહિનામાં આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ગાળામાં પ્રથમ વખત વ્યાજદર વધારાયો હતો.