દિશા પટનીની કેરિયરમાં વધુ તેજી રહેવાના સંકેતો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતમાં રોલ મળતા સેક્સી સ્ટાર દિશા પટની ભારે ખુશ દેખાઇ રહી છે. તેની કેરિયરમાં સતત તેજી આવી રહી છે. બાગી-૨ ફિલ્મ સફળ રહ્યા બાદ તેને હવે ભારત જેવી ફિલ્મ મળી છે. જેમાં પ્રિયંકા ચોપડા પણ કામ કરી રહી છે. ભારતમાં  કેટલાક કલાકારોને લેવામાં આવી રહ્યા છે. બોલિવુડ અને હોલિવુડની ફિલ્મોમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપડાના નામની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે ફિલ્મમાં ઉભરતી સ્ટાર દિશા પટનીની પણ પસંદગી કરવામાં આવી છે.

સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે. હાલમાં રજૂ કરવામાં આવેલી તેની બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મમાં પણ તે નજરે પડી હતી. તેની પાસે સારા સારા પ્રોજેક્ટ આવી રહ્યા છે. સલમાન ખાનની મોટી ફિલ્મ હાથ લાગ્યા બાદ તે ભારે ખુશખુશાલ દેખાય છે. સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ જ આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં અન્ય કેટલાક મોટા સ્ટારની પસંદગી પણ કરવામાં આવનાર છે.

ભારત ફિલ્મમાં રોલ મેળવી લેવા માટે શ્રદ્ધા કપુરે પણ તમામ તાકાત લગાવી હતી જા કે તેને સફળતા મળી નથી. બાગી-૨ ફિલ્મ બાદ દિશા પાસે હાલમાં કોઇ ફિલ્મ ન હતી જેથી તેની પસંદગી કરી લેવામાં આવી છે. સલમાન ખાનના સૌથી મોટા પ્રોજેક્ટ તરીકે આને ગણવામાં આવે છે. ફિલ્મમાં ભારતના ૭૦ વર્ષના ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવનાર છે. જેમાં ભારત-પાકિસ્તાનના ભાગલાની વાર્તા પણ સામેલ છે.  ભારતનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. કલાકારો વ્યસ્ત બન્યા છે.

Share This Article