દેશમાં સતત ચોથા માસમાં નિકાસમાં નોંધપાત્ર ઘટાડો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતમાં આર્થિક સુસ્તીની સ્થિતી વચ્ચે વધુ એક નિરાશાજનક આંકડા હાથ લાગ્યા છે. આંકડામાં દર્શાવવામાં આવ્યુ છે કે નવેમ્બર મહિનામાં ભારતની કુલ કિાસ૨૬ અબજ ડોલરની આસપાસ રહી છે. આયાત ૩૮ અબજ ડોલરની આસપાસ રહી છે. એંકદરે આયાત અને નિકાસ બંનેમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આંકડા પર નજર કરવામાં આવે તો નવેમ્બર ૨૦૧૮માં વેપાર ખાદ્ય ૧૭.૫૮ અબજ ડોલરથી ઘટીને આ વર્ષે ૧૨.૧૨ અબજ ડોલર રહી છે. આવી જ રીતે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આયાત ૪૩.૬૬ અબજ ડોલર રહી છે. તેમાં પણ ઘટાડો થયો છે.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે નવેમ્બર મહિનામાં નિકાસમાં ૦.૩૪ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ નિકાસનો આંકડો ૨૬ અબજ ડોલર સુધીનો રહ્યો છે. આવી જ રીતે આયાત ૧૧ ટકાસુધી ઘટી ગઇ છે. સતત ચોથા મહિનામાં નિકાસમાં ઘટાડો થયો છે. ગઇકાલે શુક્રવારે જ નાણાં પ્રધાન નિર્મલી સીતારામને કહ્યુ હતુ કે સુધારા પ્રક્રિયાનો દોર જારી રહેનાર છે. સ્થિતીને હળવી કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર હવે દેખાવવા લાગી ગઇ છે. નિકાસને પ્રોત્સાહન આપવા માટેની દિશામાં પણ અવિરત પગલા લેવામાં આવી રહ્યા છે.

Share This Article