સિદ્ધાર્થ શુક્લા માતાની આ વાતથી બન્યા TVના સુપરસ્ટાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સિદ્ધાર્થ શુક્લા આજે આપણી વચ્ચે નથી. આશરે ૪૦ વર્ષની ઉંમરે ટીવીનો એક સ્ટાર આકાશનો સિતારો બની ગયો. ૨ સપ્ટેમ્બર ૨૦૨૧એ હાર્ટ એટેકની સાથે સિદ્ધાર્થનું દેહાંત થઈ ગયુ હતું, પરંતુ આજે પણ તે ફેન્સના દિલોમાં રાજ કરે છે. સિદ્ધાર્થ શુક્લાએ ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય કે તે એક્ટિંગની દુનિયામાં આવશે. સિદ્ધાર્થને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવા-દેવા નહતા. છતાં, તે નાના પડદાની દુનિયામાં છવાઈ ગયો. સિદ્ધાર્થનો જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૮૦માં થયો હતો. તેના પિતા અશોક શુક્લા મુંબઈમાં રિઝર્વ બેન્કમાં કામ કરતા હતાં. વર્ષ ૨૦૧૪માં પિતાની મોત થઈ ગઈ હતી. સિદ્ધાર્થની માતાનું નામ રીતા શુક્લા છે. બે બહેનોમાં તે સૌથી નાનો ભાઈ છે. મુંબઈના સેંટ જેવિયક સ્કુલથી સિદ્ધાર્થે તેનો અભ્યાસ કર્યો હતો.. ત્યારબાદ મુંબઈની રચમા સંસદ સ્કુલમાં ઈન્ટિરિયર ડિઝાઈનમાં ડિગ્રી હાંસલ કરી.. પરંતુ સિદ્ધાર્થને એક્ટર બનવું હતું. તેના માટે સિદ્ધાર્થે જિમમાં બૉડી બનાવવાનું શરુ કરી દીધું.

વર્ષ ૨૦૦૪માં સિદ્ધાર્થની માતાએ ન્યૂઝ પેપરમાં ગ્લેડરેગ્સ મેનહન્ટ પ્રતિયોગિતાની એડ જોઈ અને કહ્યુ ‘તુ કૉલોનીના છોકરાઓ સામે બૉડી બનાવીને ઈતરાય છે. જો આ બધું જ કરવું છે તો ગ્લેડરેગ્સ મેનહન્ટ પ્રતિયોગિતામાં ભાગ લે.’ માતાની આ વાત સાંભળીને સિદ્ધાર્થે તે હરિફાઈમાં ભાગ પણ લીધો અને જીત્યો પણ. ત્યારબાદ તેને ટીવીમાં એડ મળવા લાગી હતી. વર્ષ ૨૦૦૮માં સિદ્ધાર્થ શુક્લાએ ટીવીની દુનિયામાં પગલું ભર્યુ. સીરિયલ ‘બાબુલ કા આંગન છૂટે ના’થી એક્ટિંગ શરુ કરી. ત્યારબાદ ‘લવ યૂ જિંદગી’ અને પછી ‘બાલિકા વધુ’ સીરિયલ મળી. બાલિકા વધુથી સિદ્ધાર્થને ખાસ ઓળખ મળી.  ડેઇલી શોપમાં ઓળખ કાયમ કર્યા બાદ સિદ્ધાર્થે ૨૦૧૩માં રિયાલિટી શો ઝલક દિખલા જા સિઝન ૬માં ભાગ લીધો હતો. તે જે વર્ષે તે ‘ખતરો કે ખિલાડી’નો વિનર પણ બન્યો હતો. સિદ્ધાર્થે બિગ બોસ૧૩થી ખૂબ જ નામ કમાવ્યુ હતું, ઘરમાં સિદ્ધાર્થ અને શેહનાઝની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી હતી.

Share This Article