કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના સીએમ પદના ઉમેદવાર યેદુરપપ્પાને જુઠા આરોપો લગાવવા બદલ લિગલ નોટિસ ફટકારી છે. આ નોટિસમાં સિદ્ધરમૈયાએ સિવિલ અને ક્રિમિનલ બદનક્ષીનો આરોપ લગાવ્યો છે.
છ પાનાની આ નોટિસમાં આરોપો લગાવવામાં આવ્યા છે કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યેદુરપ્પાએ કોગ્રેસ સરકાર પર પાયા વિહોણા અને જુઠા આરોપો લગાવ્યા છે, આ મામલે ત્રણેય પાસેથી માફીની માગણી પણ કરવામાં આવી છે. સિદ્ધરમૈયાએ જણાવ્યું હતું કે ભાજપે મોટી મોટી જાહેરાતો પ્રકાશિત કરાવડાવી છે,
જોકે આ જાહેરાતોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યેદુરપ્પાના ભાષણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સરકાર પર આરોપો લગાવ્યા છે. આ આરોપો તદ્દન જુઠા અને પાયા વિહોણા છે. જો આ મામલે ત્રણેય દ્વારા માફી માગવામાં ન આવી તો ક્રિમિનલ અને માનહાનીનો કેસ દાખલ કરવામાં આવશે. આ મામલે ૧૦૦ કરોડ રૂપિયાનો કેસ કરવાની ચીમકી પણ સિદ્ધરમૈયાએ આપી હતી. જો આ મામલે માફી માગવામાં નહીં આવે તો ૧૦૦ કરોડ રૃપિયાનો માનહાનીનો દાવો કરવામાં આવશે.