નાણાકીય વર્ષ ૨૦૧૯માં સીડબીનો ચોખ્ખો નફો ૩૬.૫ ટકા વધ્યો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભારતની માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) માટે એકીકૃત ક્રેડિટ અને ડેવલપમેન્ટ સપોર્ટ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં કાર્યરત નાણાકીય સંસ્થા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (સીડબી)ના નાણાકીય પ્રદર્શનની વિગતો નીચે મૂજબ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮ની તુલનામાં નાણાકીય વર્ષ ૨૦૧૯નું પ્રદર્શન

  •  નાણાકીય વર્ષ ૨૦૧૯માં કુલ એડવાન્સીસ ૪૨.૯ ટકા વધીને રૂ. ૧,૩૬,૨૩૦.૩૭ કરોડ થયાં છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૯૫,૨૯૦.૬૯ કરોડ હતાં.
  • સમીક્ષા હેઠળના સમયગાળામાં ઓપરેટિંગ પ્રોફિટ અગાઉના વર્ષની તુલનામાં ૨૪.૬ ટકા વધ્યો છે.
  • નાણાકીય વર્ષ ૨૦૧૯માં ચોખ્ખો નફો ૩૬.૫ ટકા વધીને રૂ. ૧,૯૫૨.૨૧ કરોડ નોંધાયો છે, જે અગાઉના વર્ષે રૂ. ૧,૪૨૯.૨૧ કરોડ હતો. આનું મુખ્ય કારણ પોર્ટફોલિયોમાં વિસ્તાર તથા કોસ્ટ ટુ ઇન્કમ રેશિયોમાં ઘટાડો છે.
  • નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (એનઆઇઆઇ) ૨૨.૯ ટકા વધીને રૂ. ૨,૫૭૯.૧૨  કરોડ, જે નાણાકીય વર્ષ ૨૦૧૯માં રૂ. ૨,૦૯૭.૭૬ કરોડ હતી.
  • નોન-ઇન્ટરેસ્ટ ઇન્કમ ૩.૨ ટકા વધીને રૂ. ૪૩૪.૨૫ કરોડ થઇ છે, જે અગાઉના વર્ષે રૂ. ૪૨૦.૭૭ કરોડ હતી.

એસેટ ક્વોલિટી

માર્ચ ૨૦૧૯ દરમિયાન ગ્રોસ નોન-પર્ફો‹મગ એસેટ (જીએનપીએ) રેશિયો ૦.૯૪ ટકાથી ૩૧ બીપીએસ ઘટીને ૦.૬૩ ટકા તેમજ નેટ એનપીએ (એનએનપીએ) ૦.૨૬ ટકાથી ૫ બીપીએસ ઘટીને

એસેટ ક્વોલિટી – ટેબલ

 Gross NPA (%)Net NPA (%)PCR (%)
FY180.94%0.26%89%
FY190.63%0.21%87%

ગ્રોસ એનપીએ નાણાકીય વર્ષ ૨૦૧૮ના રૂ. ૯૦૨.૪૨ કરોડથી ઘટીને નાણાકીય વર્ષ ૨૦૧૯માં રૂ. ૮૬૭.૯૧  કરોડ થઇ છે, જ્યારે કે નેટ એનપીએ રૂ. ૨૫૦.૬૩ કરોડથી વધીને રૂ. ૨૯૨.૫૪ કરોડ નોંધાઇ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯ના ચોથા ત્રિમાસિકગાળા (જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯)નું પ્રદર્શન

  •  ચોથા ત્રિમાસિકગાળામાં સંચાલકીય આવક ૫૦.૫ ટકા વધીને રૂ. ૨,૬૩૩.૦૦ કરોડ થઇ છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં રૂ. ૧,૪૭૯.૪૪ કરોડ હતી.
  • ચોખ્ખો નફો ૨૮.૨૨ ટકા વધીને રૂ. ૫૧૯.૩૬ કરોડ થયો છે, જે અગાઉના વર્ષે સમાન ત્રિમાસિકગાળામાં રૂ. ૪૦૫.૦૬ કરોડ હતો.
  • એનઆઇઆઇ ૨૯ ટકા સુધરીને રૂ. ૭૨૧.૨૦ કરોડ થઇ છે, જે પાછલા વર્ષે સમાન સમયગાળામાં રૂ. ૫૫૯.૩૦ કરોડ હતી.
  • નોન-ઇન્ટરેસ્ટ ઇન્કમ ૨૬.૮ ટકા વધીને રૂ. ૭૯.૦૦ કરોડ થઇ છે, જે પાછલા વર્ષે સમાન સમયગાળામાં રૂ. ૧૦૭.૯૫ કરોડ હતી.

મહત્વપૂર્ણ ફાઇનાન્સિયલ રેશિયો

  •  માર્ચ ૨૦૧૯ સુધીમાં સરેરાશ યિલ્ડ ૭.૧૮ ટકા રહી છે.
  • માર્ચ, ૨૦૧૯ સુધીમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જીન ૪૭ બીપીએસ ઘટીને ૧.૮૯ ટકા થયું છે, જે માર્ચ. ૨૦૧૮ દરમિયાન ૨.૩૬  ટકા હતું, જેનું મુખ્ય કારણ લો રિસ્ક એસેટ અને ફંડીંગ ખર્ચમાં વધારો છે.
  • નાણાકીય વર્ષ ૨૦૧૯માં કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો ૩૦૦ બેઝિસ પોઇન્ટ સુધરીને ૧૭ ટકા થયો છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૨૦ ટકા હતો.
  • મૂડી પર્યાપ્તતા રેશિયો ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીમાં ૨૭.૬૭ ટકા રહ્યો છે.

Details of Profit and Loss account

Quarter ended

(Rs. in crore)

Yearended

(Rs. in crore)

Growth (%)
Q4FY19Q4FY18FY19FY18Q4FY19 over Q4FY18FY19 Over FY18
Interest income2,633.001,749.449,482.136,179.6550.5153.44
Other income79.00107.95434.25420.76-26.823.21
Total income2,712.001,857.399,916.386,600.4146.0150.24
Interest expenses1,911.801,190.146,903.014,082.5960.6469.08
Net interest income721.20559.302,579.122,097.0628.9522.99
Operating expenses141.19160.44512.37510.71-12.000.33
Operating profit (before provision)659.01506.812,501.002,007.1130.0324.61
Total provisions (net) and taxes139.65101.75548.79577.9037.25-5.04
Net profit519.36405.061,952.211,429.2128.2236.59

 સીડબીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, આઇએએસ, મોહંમદ મુસ્તુફાની પ્રતિક્રિયાઃ

“એમએસએમઇ સેક્ટરમાં ધિરાણ વૃદ્ધિ મજબૂત છે તથા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના પ્રમાણમાં એકંદર એમએસએમઇ ધિરાણમાં વધારો થયો છે. આનાથી ઉત્સાહજનક નાણાકીય પરિણામો હાંસલ કરવામાં મદદ મળી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ દરમિયાન અમારી એસેટ બુક ૪૨ ટકા વધી છે અને ચોખ્ખો નફો ૩૬ ટકા વધ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે અમે સાતતત્યપૂર્ણ વૃદ્ધિ જાળવવા ઉપર તથા એમએસએમઇના વિકાસ અને ફાઇનાન્સિંગ ઉપર કેન્દ્રિત નફાકારક ફ્રેન્ચાઇઝી બનવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.”

Share This Article