નવેમ્બરથી સિંગાપોર એરલાઇન્સ (SIA) તરફથી એરબસ A-350 – 900 ULR (અલ્ટ્રા-લોંગ-રેન્જ) વિમાનનો ઉપયોગ કરીને સિંગાપોર અને લોસ એન્જલસ વચ્ચે નોન સ્ટોપ ઉડ્ડયન સેવાની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, SIA દ્વારા સિંગાપોરથી સાન ફ્રાન્સિસ્કોની વચ્ચે દૈનિક નોનસ્ટોપ ઊડાન સેવાને વધારી 10 કરવામાં આવશે. વર્તમાનમાં SIA અમેરિકાના હ્યુસ્ટન, ન્યૂ યોર્ક, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો શહેરમાં દર અઠવાડિયે 40 સેવાનું સંચાલન કરે છે. સિંગાપોર, ન્યૂ યોર્કની વચ્ચે પહેલેથી જાહેર કરવામાં આવેલી નોનસ્ટોપ ઉડ્ડયન સેવાની સાથે, ડિસેમ્બર 2018 સુધી કુલ અમેરિકી ઊડાન સંખ્યા વધીને દર અઠવાડિયે 53 થઈ જશે.
SIA જૂથના વિમાન (સિંગાપોર એરલાઇન્સ, સિલ્કએર અને સ્કૂટ) સંયુક્તરૂપે ભારતથી સિંગાપોર વચ્ચે 140થી વધારે વિમાની સેવાનું સંચાલન કરે છે. SIAની તરફથી વધારાની નોનસ્ટોપ ઊડાન સેવાની સાથે અમેરિકાની યાત્રા કરવાવાળા ભારતીય કંપનીના પુરસ્કાર વિજેતા ચાંગી હબના માધ્યમથી નિર્બાધ અને સુવિધાજનક સંપર્કથી લાભ મેળવશે. SIA દ્વારા પ્રસન્નતાની સાથે સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસ માટે વિશેષ પ્રિમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસ દરની ઘોષણા કરવામાં આવી છે.
સિંગાપોરથી લોસ એન્જલસ ફ્લાઇટ SQ38ની શરૂઆત 2 નવેમ્બર 2018થી થશે. શરૂઆતમાં ઊડાન સેવાનું સંચાલન અઠવાડિયામાં 3 વાર થશે. જે સિંગાપોરથી બુધ, શુક્ર અને રવિવારે પ્રસ્થાન કરશે. એક વધારાની એ-350-900ULR એરક્રાફટના સેવામાં પ્રવેશબાદ 9 નવેમ્બર 2018થી ઊડાન સેવાનું દૈનિક સંચાલન શરૂ થશે. 7 ડિસેમ્બર 2018થી SQ-36ના રૂપમાં પ્રતિ સપ્તાહ 3 વધુ સેવા જોડાશે. જેના બાદ સિંગાપોરથી લોસ એન્જલસ નોનસ્ટોપ ઊડાન સેવાનું સંચાલન અઠવાડિયામાં 10 વાર થઈ જશે. ટોકિયોના રસ્તે લોસ એન્જલસ માટે SIAની વર્તમાન દૈનિક વન-સ્ટોપ સેવા સાથે મળી ઊડાનોની કુલ સેવા 17 થઈ જશે.
ઉપરાંત ભારતીય યાત્રી સિંગાપોર ચાંગી એરપોર્ટ પર ટ્રાન્ઝીટ સમયે બધી શોપ, રેસ્ટોરાં અને લોન્જના ઉપયોગ માટે 20 સિંગાપોર ડોલરના કોમ્પ્લિમેન્ટ્રી વાઉચરને વાપરી શકશે. ભારતીય નાગરિક સિંગાપોરમાં 96 કલાક સુધી માન્ય ઓનવર્ડ ટિકિટ અને અમેરિકા સહિત ચુનંદા માન્ય દેશોના વિઝા સાથે એક તરફના, વિઝા ફ્રી ટ્રાન્ઝિટ સુવિધાનો લાભ ઉઠાવી શકશે છે.
સિંગાપોર એરલાઇન્સના ભારત ખાતેના જનરલ મેનેજર ડેવિડ લીમે આ અંગે બોલતા જણાવ્યું હતું કે “ભારતીય યાત્રીઓ હંમેશાં ટુર અને વેરા માટે અમેરિકાની યાત્રા કરે છે. સિંગાપોરથી અમેરિકાના માર્ગ પર પહેલાથી બહેતર સુવિધા અને કનેક્ટિવિટીમાં વૃદ્ધિની સાથે સાથે અત્યાધુનિક ટેકનિકયુક્ત અલ્ટ્રા-લોંગ-રેંજ એરબસ A-350-ULR એરક્રાફ્ટના શુભારંભ પછી અમે આશા રાખીએ છીએ કે પૂર્વ દેશોના રસ્તે અમેરિકાની યાત્રા માટે વિચાર કરવામા ગ્રાહકોની દિલચસ્પી ઘણી વધી જશે.”
ટ્રાન્ઝિટની સુવિધા આપ્રવાસન પ્રાધિકરણોના વિવેકાધિકાર પર નિર્ભર રહેશે. SIA એરબસ સાથે A-350-900 ULRના પાકા ઓર્ડર સાથે ઊડાનસેવાનું સંચાલન કરવાવાળી દુનિયાની પ્રથમ એરલાઇન્સ હશે. અલ્ટ્રા-લોંગ-રેન્જના આ એરક્રાફ્ટનું બે શ્રેણીઓ સાથે વ્યવસ્થાપન કરવામાં આવશે, જેના બિઝનેસ ક્લાસમાં 67 સીટ અને પ્રિમિયમ ઇકોનોમી કલાસમાં 94 સીટ હશે. SIAની મોજુદ A-350-900માં ત્રિસ્તરીય લેઆઉટ છે જેના બિઝનેસકલાસમાં 42 પ્રિમિયમ ઇકોનોમી કલાસમાં 24 અને ઇકોનોમી કલાસમાં 187 સીટ છે. વર્તમાનમાં SDAના કાફલામાં 21 A-350-900 છે. જેમાં 7 યુએલઆર વેરિઅન્ટ સહિત 46 અન્ય એરક્રાફટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. પહેલા એ-350-900 યુએલઆરની ડિલિવરી સપ્ટેમ્બર મહિનામાં થશે. જેના પછી 11 ઓક્ટોબર 2018થી સિંગાપોરથી નેવાર્ક (ન્યૂ યોર્ક) વચ્ચે દુનિયાની સૌથી લાંબી કમર્શિયલ ઉડાનોની શરૂઆત થશે. આરંભમાં આ ઊડાન સેવાનું સંચાલન અઠવાડિયામાં 3 વાર થશે જે સિંગાપોરથી સોમવાર, ગુરુવાર અને શનિવારે પ્રસ્થાન કરશે. વધારાની એ-350-900 યુએલઆર એક્રાફ્ટમાં પ્રવેશબાદ-18 ઓક્ટોબરથી ઊડાન સેવાનું દૈનિક સંચાલન શરૂ થશે. ભારતીય ગ્રાહક ન્યૂ યોર્ક માટે ક્રમશઃ 1,08,000 રૂ. અને 2,36,000 રૂ.થી શરૂ થતા પ્રિમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસ દરનો લાભ ઉઠાવી શકશે.
28 નવેમ્બર, 2018થી SIA મોજુદ સિંગાપોર સાન ફ્રાન્સિસ્કો માર્ગ પર 3 વધુ સપ્તાહિક નોનસ્ટોપ ઊડાન સેવા સાથે એની આવૃત્તિમાં વૃદ્ધિ કરશે. SQ-34ના રૂપમાં 3 વધારાની સેવાનું સંચાલન ચાલુ થશે, જે સિંગાપોરથી સાન ફ્રાન્સિસ્કો દર બુધવાર, શુક્રવાર, રવિવારે પ્રસ્થાન કરશે અને આ મોજુદા દૈનિક SQ-32 નોનસ્ટોપ સેવાઓની પૂરક રહેશે. હોંગકોંગના રસ્તે સાન ફ્રાન્સિસ્કો માટે SIAની મોજુદા દૈનિક વનસ્ટોપ સેવા મળીને સાન ફ્રાન્સિસ્કો માટે ઊડાન સેવાની કુલ સંખ્યા પ્રતિ સપ્તાહ 17 થઈ જશે.