અમદાવાદ : ભારતમાં તેના ઓથેન્ટિક સાવરડો નિયોપોલિટન પિઝ્ઝા માટે પ્રખ્યાત સી નોંના’સ, અમદાવાદમાં તેના 22મા આઉટલેટ અને પ્રથમ રેસ્ટોરન્ટની જાહેરાત કરતા રોમાંચિત છે. આ બ્રાન્ડના તેના 7મા શહેરમાં વિસ્તરણને ચિહ્નિત કરે છે. 48 કલાક સુધી ફર્મેન્ટ કરવામાં આવેલ સાવરડો બેઝ સાથે બનેલ તૈયાર આર્ટિસનલ પિઝ્ઝામાટે પ્રખ્યાત, સી નોંના’સ હવે ભારતના સૌથી ડાયનામિક અને ઇનોવેટીવ કલીનરી લેન્ડસ્કેપમાંના એક, અમદાવાદમાં પોતાની વિશેષતા લઈને આવ્યું છે.
અમદાવાદ તેની સર્જનાત્મકતા અને નવીનતાને સ્વીકારવાની ક્ષમતા માટે જાણીતું છે, જે તેને સી નોંના’સના વિસ્તરણ માટે આદર્શ બનાવે છે. અહીંના ફૂડ લવર્સ નવી ડાઇનિંગ સ્ટાઇલ્સ અને ઓથેન્ટિક ફૂડ માટે હંમેશાં ઉત્સુક રહે છે, જે આ શહેરને એક ઉત્તમ કેન્ડિડેટ બનાવે છે.
સી નોંના’સના ફાઉન્ડર આયુષ જાટિયાએ જણાવ્યું હતું કે, “અમારા સાવરડો પિઝ્ઝા સાથે અમદાવાદમાં કઈક ખાસ લાવવા માટે અમે ખૂબ ઉત્સાહિત છીએ. આ શહેરનો ફૂડ કલ્ચર નવીનતા અને ઓથેન્ટિસિટીના મિશ્રણથી ભરેલો છે. અમારી ટ્રેડિશનલ રેસીપી અને ઇમર્સિવ ડાઇનિંગ અનુભવ અમદાવાદના ફૂડ લવર્સને જરૂરથી પસંદ આવશે.”
સી નોંના’સ નિયોપોલિટન પિઝ્ઝા માટે ભારતમાં ખૂબ જ વખણાય છે, જે નેપલ્સની પારંપરિક રેસિપીથી પ્રેરિત છે. આ બ્રાન્ડ ઉચ્ચ ગુણવત્તાવાળી, સ્થાનીય રૂપથી મળી રહે તેવી સામગ્રીનો ઉપયોગ કરીને એક અનોખો આર્ટિસનલ અનુભવ આપે છે.
અમદાવાદમાં સી નોંના’સને ખાસ બનાવે છે તેનો ઓપન કિચન કોન્સેપ્ટ, જ્યાં મહેમાનો તેમના પિઝ્ઝાબનતા જોઈ શકે છે. આ એક અનોખી ‘મેક-યોર-ઓન-પિઝ્ઝા’ એક્ટિવિટી પણ ઓફર કરે છે, જેમાં ફૂડ પ્રેમીઓ પિઝાઓલો (પિઝ્ઝાશેફ) ની ભૂમિકા ભજવી શકે છે અને ફ્રેશ અને પ્રીમિયમ સામગ્રી સાથે પોતાના પિઝ્ઝા બનાવી શકે છે.
આ અનુભવ ફક્ત ફૂડ સુધી માર્યાદિત નથી, પરંતુ સ્વાદ અને ક્રિએટિવિટીનો એક યાદગાર અનુભવ છે- જે અમદાવાદના ફૂડ કલ્ચરને પસંદ આવે છે.
સી નોંના’સ અમદાવાદનું મેનુ ક્લાસિક અને મોર્ડન સ્વાદનું સંતુલિત મિશ્રણ છે, જે દરેક સ્વાદને સંતુષ્ટ કરવાનું વચન આપે છે. સૌથી વધુ લોકપ્રિય પિઝામાં શામેલ છે:
પિઝ્ઝા નંબર 2– એક ક્લાસિક પિઝ્ઝા જેમાં ટૉમેટો સોસ, બફેલો મોઝરેલા, ફ્રેશ બાઝિલ અને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલનું પરફેક્ટ બેલન્સ છે.
પિઝ્ઝા નંબર 3 – બોલ્ડ અને ફ્લેવરફુલ જેમાં ટૉમેટો સૉસ, ફિઓર ડી લાટ્ટે મોઝેરેલા, સ્લાઇસ્ડ ગાર્લિક , ગ્રીક કલામાટા ઓલિવ, કેપર્સ, ઓરેગાનો, ફ્રેશ બાઝિલ અને ઓલિવ ઓઇલનો સ્વાદ.
પિઝ્ઝા નંબર 8 – ઓર્ટોલાનો – તાજીઅને સ્થાનિક શાકભાજીથી ભરપૂર, આ પિઝ્ઝા એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ વિકલ્પ આપે છે.
અમદાવાદના ખાણીપીણીના શોખીનોની વિવિધ પસંદગીઓને ધ્યાનમાં રાખીને, સી નોંના’સ જૈન-ફ્રેન્ડલી પિઝ્ઝા વિકલ્પ પણ આપે છે. વીગન ડિનર્સ માટે સ્વાદિષ્ટ પ્લાન્ટ બેઝડ વિકલ્પો ઉપલબ્ધ છે જે કોઈપણ પ્રકારના સમાધાન વિના અધિકૃત સ્વાદ પ્રદાન કરે છે.
પિઝ્ઝા ઉપરાંત, મહેમાનો પાનુઝોઝો સેન્ડવીચ, ફ્રેશ અને સ્વાદિષ્ટ સામગ્રીથી ભરેલા ઇટાલિયન સ્ટફ્ડ કેલ્ઝોન્સનો આનંદ માણી શકે છે. મીઠાઈના શોખીનો માટે, સી નૉના’સના ફેમસ તિરામિસુ (મસ્કરપોન ક્રીમ, એસ્પ્રેસો સાથે) અને આર્ટિસનલ જીલેટો જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સી નૉના’સ કુલર્સ જેવા ફ્રેશ બેવરેજીસ પણ અહીંના અનુભવને ખાસ બનાવે છે.
આ નવા લોન્ચ સાથે, સી નોંના’સ હવે મુંબઈ, પુણે, દિલ્હી, ઇન્દોર, સુરત, બેંગ્લોર અને અમદાવાદ સહિત 7 શહેરોમાં 22 આઉટલેટ્સ ચલાવે છે. આ બ્રાન્ડ ભારતભરના ફૂડ પ્રેમીઓ માટે તેના ઓથેન્ટિક નેપલ્સના સ્વાદવાળા પિઝ્ઝાલાવવાના મિશન પર છે.