બ્રાન્ડની દુનિયામાં નવા સ્ટાર તરીકે હવે ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનો ડંકો વાગી રહ્યો છે. હાલના સમયમાં દુનિયાની તમામ ટોપ બેડમિન્ટન ખેલાડીને હાર આપીને ભારતનુ નામ રોશન કરનાર પીવી સિંધુની બોલબાલા સતત વધી રહી છે. તેની વધત જતી લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને એક પછી એક કંપનીઓ તેને પોતાની બ્રાન્ડમાં લેવા માટે ઉત્સુક બનેલી છે. આ જ કારણ છે કે ટુંકા ગાળાની અંદર જ સિંધુનો ડંકો વાગી રહ્યો છે. આજે તેની પાસે ૧૬ કંપનીઓની જાહેરાત છે. સિંધુની કમાણીમાં આશરે ૧૬૦૦ ટકા સુધીનો રેકોર્ડ વધાર થઇ ગયો છે. ૨૩ વર્ષીય સિંધુની વાર્ષિક આવક આજે ૬૦ કરોડથી ઉપર પહોંચી ગઇ છે.
જાણકાર લોકો કહે છે કે આગામી દિવસોમાં તે ટોપ સ્ટારોને પાછળ છોડી શકે છે. તે આજે જાહેરાતન દુનિયામાં વિરાટ કોહલી અને એમએસ ધોનીને ટક્કર આપી રહી છે. ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરનાર મહિલા એથલીટોની વૈશ્વિક યાદીમાં તે આજે સાતમા સ્થાન પર પહોંચી ચુકી છે. હજુ જંપ કરીને આગળ વધવા માટે પણ તે તૈયાર છે. આ યાદીમાં સિંધુથી ઉપર જે ખેલાડી છે તે પૈકી છ ટેનિસ સ્ટાર છે. ભારતમાં ટોપ અમીર હસ્તીઓની યાદીમાં સિંધુ ૨૦માં સ્થાન પર છે. ઓલિમ્પિકમાં રજત ચન્દ્રક જીતી ચુકેલી સિંધુની લોકપ્રિયતામાં અને તેની રમતમાં જોરદાર દેખાવ હાલના સમયમાં જાવા મળી રહ્યો છે.
તાજેતરમાં જ ચીનની મોટી સ્પોર્ટસ કંપની લિ નિંગે આશરે ૫૦ કરોડ રૂપિયાનો કરાર સિંધુ સાથે કર્યો છે. આ કરાર બેડમિન્ટનની દુનિયામાં હજુ સુધી થયેલા સૌથી મોટા કરાર પૈકી એક છે. આ કંપની સિંધુ સાથે પહેલા પણ કરાર કરી ચુકી છે. હૈરાનીની વાત એ છે કે વર્ષ ૨૦૧૪-૧૫માં પનીએ સિંધુ સાથે કરાર કર્યો હતો. પરંતુ એ વખતે આ કરાર માત્ર ૧.૨૫ કરોડ રૂપિયાની આસપાસનો હતો. જે આજના કરારની તુલનામાં નહીંવત સમાન છે. ભારતીય બેડમિન્ટન સ્ટાર અને ઓલિમ્પિક તેમજ વિશ્વ ચેÂમ્પયનશીપમાં રજત ચન્દ્રક જીતી ચુકેલી પીવી સિંધુનો જલવો હવે ચારેબાજુ જાવા મળે છે. તે માત્ર બેડમિન્ટનના કોર્ટ પર જ નહીં બલ્કે બહાર પણ પ્રભાવ પાડી રહી છે. સિંધુ આજે અનેક કંપનીઓની બ્રાન્ડમાં કામ કરી રહી છે. તે કેટલીક કંપનીઓની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે. કેટલીક જાહેરાતોમાં તે હાલમાં નજરે પડી રહી છે. તે બ્રાન્ડની દુનિયામાં બોલિવુડની હસ્તીઓને હવે પાછળ છોડી રહી છે.
એક સમય એવો હતો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ઓળખ માત્ર ક્રિકેટ સુધી મર્યાદિત હતી. જા કે હાલના વર્ષોમાં બેડમિન્ટનના ક્ષેત્રમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. સાથે સાથે અન્ય રમતના ક્ષેત્રમાં પણ ભારતીય ખેલાડીઓ હવે વિશ્વના દેશોના ખેલાડીઓને પડકાર ફેંકી રહ્યા છે. આ જ કારણ છે કે આજે દેશ વિદેશની કંપનીઓએ ભારતીય ખેલાડીઓની સાથે કામ કરવા માટે ઉત્સુક બનેલી છે. ક્રિકેટરો ઉપરાંત બેડમિન્ટન અને ટેનિસ તેમજ અન્ય રમતોમાં ભારતીય ખેલાડીઓ હવે કોઇનાથી પાછળ રહ્યા નથી. કરાર મારફતે જુદા જુદા ક્ષેત્રના ખેલાડીઓની આજે રેકોર્ડ આવક થઇ રહી છે. પીવી સિન્ધુની થોડાક સમય પહેલા સુધી બોલબાલા ઓછી દેખાતી હતી. જો કે હાલના વર્ષોમાં તે દુનિયાની તમામ ટોપ ખેલાડીઓને હાર આપીને પોતાની કુશળતા સાબિત કરી ચુકી છે. પીવી સિંઘુ એક પ્રોફેશનલ ભારતીય બેડમિન્ટન સ્ટાર તરીકે હવે ઉભરી ચુકી છે.
ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય મહિલા છે. તે હાલના વર્ષોમાં અનેક મોટી સ્પર્ધા જીતી ચુકી છે. તમામ મોટી સ્પર્ધામાં તે છવાઇ ગઇ છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં તે પ્રથમ વખત લાઇમ લાઇટમાં આવી ગઇ હતી. વર્ષ ૨૦૧૮માં તે વર્લ્ટ ટુર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય સ્ટાર બની હતી. સાથે સાથે તે જાપાનની નોઝોમી ઓકુહારાને હાર આપવામાં સફળ રહી હતી. તે માત્ર ૧૭ વર્ષની વયમાં લોકપ્રિયતા મેળવી લેવા લાગી ગઇ હતી. ઇન્ટરનેશનલ ક્ષેત્રમાં કેટલાક રેકોર્ડ પણ તે ધરાવે છે. તે જુનિયર અને સિનિયર સ્તર પર તમામ સારો દેખાવ કરી રહી છે. અંડર -૧૩માં પણ તે વિજેતા બની હતી. અંડર-૧૪ ટીમમાં ગોલ્ડ મેડલ જીતી જવામાં પણ તે સફળ રહી હતી. વિશ્વની સૌથી શક્તિશાળી બેડમિન્ટન સ્ટાર તરીકે તેની હવે ગણતરી કરવામાં આવે છે. તે આવનાર સમયમાં ભારતને વધુ મોટી સફળતા બેડમિન્ટનમાં અપાવશે.